આપણી દેખાદેખી
આપણી દેખાદેખી
આપણે દેખાદેખી પાશ્વાત્ય સંસ્કૃતિ અપનાવી લઈએ છીએ અને આપણી સંસ્કૃતિને સભ્યતા ભૂલી ગયા છીએ.
જેમકે... ઢોંસા આપણે છરી કાંટાથી ખાઈએ છીએ જ્યારે પીઝા હાથથી ખાવાની મજા આવી જાય છે ને...
આવું જ ઘણું બધું છે જે ઉદાહરણ તરીકે રજૂ કરી શકાય.
આપણે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ને પૂજનીય છે જ્યારે પાશ્વાત્ય દેશમાં ગાયને ગળે વળગાડી ને ડીપ્રેશન દૂર કરે છે.
આપણે તુલસી મા ને ભૂલીને ક્રિસમસ ટ્રી માં મોહી ગયાં છીએ..
આપણે દેખાદેખી મધર્સ ડે, ફાધર્સ ડે ઉજવવા લાગ્યાં છીએ. વિદેશમાં વસતા લોકોને માતા-પિતાથી દૂર રહેવું પડે છે એટલે એક દિવસ નક્કી કરીને એ દિવસે માતા-પિતા ને મળે છે અને ભેટસોગાદો આપે છે આપણાં માતા-પિતા સાથે જ રહેતા હોય છે પણ કમનસીબી એટલી બધી વધી ગઈ છે કે આખો દિવસ સંતાનોનાં ટાઈમટેબલ પ્રમાણે જીવતાં માતા-પિતા રાત્રે પણ સંતાનો સાથે વાતચીત કરવા તરસતા રહી જાય છે.
આવી આંધળી દોટ ક્યાં લઈ જશે..
આવું આંધળું અનુકરણ યોગ્ય છે ?
આવી દેખાદેખી શા માટે ?
