Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આપણે

આપણે

1 min
133


આપણે વાર્તા કે પિકચરમાં જોઈએ છીએ કે જે ખરાબ વર્તન કરતાં હોય એને તરતજ બદલો મળી જાય છે પણ વાસ્તવમાં એવું બનતું જ નથી... વાર્તા કે પિકચરમાં જે તે વ્યક્તિ બીજાને નડતરરૂપ બની હોય એને આપણે વિલન તરીકે ઓળખાવામાં આવે છે પણ વાસ્તવિક જીવનમાં એવું કશું બનતું જ નથી.

 આપણને જે તે વ્યક્તિ એ દુઃખ આપ્યું હોય કે જિંદગીમાં નડતરરૂપ બન્યાં હોય આપણી સાથે અન્યાય કર્યા હોય કે આપણાં જીવનમાં કાંટા જ ઉગાડવામાં એમનો મોટો ફાળો હોય તો પણ એ જિંદગીભર ઠાઠમાઠથી અને જલસાથી સુખમય જીવન જીવતાં હોય છે અને આપણે અપાર મુસીબતોનો સામનો કરતાં હોઈએ છીએ પણ આપણું અહિત કરનારનો વાળ પણ વાંકો થતો નથી અને મુસીબતોનો સામનો કરતાં કરતાં આપણે મરણને શરણ થઈ જઈએ તોય અહિત કરનારા તો લહેરથી ગાડીમાં બેસીને ફરતાં હોય છે.

આ લેખ વાંચીને કેટલાય મને કર્મનો સિદ્ધાંત સમજાવશે.

પણ મારી વાત ખોટી નથી... આ કળિયુગમાં જુઠ્ઠાં જ લહેર કરે છે ને સાચાં લોકો દુઃખી થાય છે.

આપણે કોઈ ને નડ્યા ના હોઈએ તોય લોકો આપણને નડતરરૂપ બને છે.


Rate this content
Log in