આંતરનાદ વરસાદને
આંતરનાદ વરસાદને


અમુક જગ્યાએ વરસાદ અનાધાર વરસ્યો.
અને અમુક જગ્યાએ એ ટીપું પણ નાં પડયો.
નર્મદા નાં કાંઠે આવેલા ગામડામાં વરસાદ જ નહોતો પડ્યો એનાં લીધે નદી સૂકાઈ ગઈ હતી.
ગામમાં રહેતા ભીખુભાઇ, લખુભાઈ, જનાભાઈ, રામભાઈ, ધનુભાઈ, અને પંચરંગી વસ્તી હતી પણ મોટાં ભાગનાં લોકોનો રોજીરોટી નો ધંધો નદીમાં નાવ ચલાવવાનો હતો.
લોકડાઉન નાં પગલે ત્રણ ચાર મહિના તો ઘરમાં બેસી રહ્યા.
આ કમાવાની સીઝન આવી વરસાદ ની પણ એ પણ રૂઠયો હતો.
ભીખુભાઈ નાં પરિવાર ને આજે ત્રણ દિવસ નાં ઉપવાસ થયાં હતાં.
બાજુમાં રહેતાં વેલજીભાઈ એ કહ્યું કે હેંડ ભીખુ સીમમાં જઈએ અને કંઈ કંદમૂળ કે ખાવા લાયક કોઈ વનસ્પતિ મળે તો લેતાં આવીએ જેથી થોડું પેટમાં નખાય તો જીવાય.
ભીખુ કહે તમે જઈ આવો હું આ વરસાદની રાહ જોવું છું..
વેલજીભાઈ કહે ગાંડો થયો છે ?
આનો શું ભરોસો ?
આ વખતે કુદરત રુઠી છે. હેંડ જીદ મેલ.
ભીખુ એ બે હાથ જોડીને નાં કહી..
વેલજીભાઈ બબડતાં બબડતાં સીમમાં ગયા.
ઘરમાં છોકરાં રડતાં હતાં કે ભૂખ લાગી છે મા ખાવા આપ.
એટલે એક છોકરાને બરડામાં જોરથી ધબ્બો પડ્યો એટલે બાકીના બીકનાં માર્યા ચૂપ થઈ ગયાં.
આ જોઈ ને ભીખુભાઈ આકાશમાં જોઈને હાથ જોડીને હે દેવતા અમ માનવ થી કંઈ ગુનો થયો હોય તો માફ કરજો.
"આવ રે વરસાદ તારી રાહ જોઈએ છીએ અમ ગરીબો ની રોજીરોટી છે નદી અને નાવ."
" આવ રે વરસાદ. અમારી ભૂખ ભાંગ બાપલીયા "..
કહીને ભીખુભાઈની અંતરનાદની પોકાર પાડીને કરગરી રહ્યાં.
અને એમની આંખોમાંથી આંસુ નીકળ્યાં અને એક આંસુ જમીન પર પડ્યું અને અચાનક જ આકાશમાં પલટો આવ્યો અને વીજળીનાં કડકા થયાં અને પછી ગાજવીજ સાથે અનાધાર વરસાદ પડ્યો.