STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આંસુ અને અરમાન

આંસુ અને અરમાન

2 mins
178

આંસુ ને અરમાનમાં ઘણી બધી સામ્યતા છે. અરમાન પૂરાં ન થાય તો આંસુ આવે છે અને આંસુ તો આપણાં શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે. આંસુ તો સુખમાં પણ આવે છે ને દુઃખમાં પણ આવે છે. અરમાન પૂરાં થાય તો પણ આવે છે ને અરમાન અધૂરાં રહે તોય આવે છે.

આંસુ સ્ત્રીનાં હોય કે પુરુષનાં એ દરેકને આવે જ. આમાં સ્ત્રી રડે તો રોતડી ને પુરુષ રડે તો બાયલો ન જ કહેવાય. કારણકે આંસુ કુદરતી છે એને રોકી શકાય પણ એ વહી જાય તો દિલને હળવું કરી જાય છે. આ વિષય પર પહેલા અનેક વાર ઘણું બધું લખાઈ ગયું છે, પણ બહુ ઓછા લોકો હશે જે આંસુ પાછળનાં કારણોને સમજવાનો પ્રયાસ કર્યો હશે.

પુરુષોને બાળક કે સ્ત્રીની જેમ મન મૂકીને રડવાની ક્યારે છુટ આપવામાં આવી જ નથી એવું નથી પણ આપણાં સમાજમાં પુરુષ ને તો મજબૂત જ રેહવાનુ હોય એવો શિરસ્તો બની ગયો છે. આપણો બનાવેલા સમાજમાં પુરુષને સિંહ અથવા પહાડ સાથે હંમેશા સરખાવવામાં આવે છે અને એટલે જ એને મન મૂકીને રડવા નથી દેવા દેતાં. સ્ત્રી કરતા કદાચ પુરુષ વધુ લાગણીશીલ અને ભાવુક હોય છે, પણ એમને ક્યારેય રડવાની કે લાગણીઓને વ્યક્ત કરવાની છુટછાટ મળી નથી એ પોતાની વેદના કે અરમાનો ને આંસુ છુપાવી દે છે. આ આંસુ પણ કઈ પુરુષ કે સ્ત્રી જોઈને નથી આવતાં એ તો આવી જ જાય છે પછી એ હસતાં હસતાં આંખમાં આંસું આવે કે દુઃખના દિવસોમાં આવે .આંસુ ના આવે એટલે એ લાગણીશીલ નથી હોતાં એવું સાબિત નથી થતું.

ઘણાં લોકો મનમાં જ આંસુ સારી લેતાં હોય છે. જીવથી વ્હાલી દિકરીની કન્યા વિદાય વેળાએ પથ્થર જેવું કાળજું લઈને આખી જીંદગી જીવનારો માણસ પણ પીગળી જાય છે અને ત્યારે આંખો પરિવાર કે ફળિયામાં રહેતા પડોશી પણ વિદાયની ક્ષણોમાં આંસુ લૂછતાં હોય છે. આંસુ તો આંસુ છે એનાં કોઈ પ્રકાર નથી કે આંસુ નાં કોઈ કલર પણ નથી. આંસુ એટલે આંખમાંથી નિકળતું પાણી.

પણ એ પાણી ન વહે તો હ્રદયનો હુમલો આવે છે. ભાવનાઓને સમજી શકતાં હોય એ પોતાની વ્યકિતનાં આંસુ જોઈ શકતાં નથી. અને પારકાં આંસુ વહેતાં હોય તો વસવસો નથી હોતો આ પણ એટલી કડવી વાસ્તવિકતા છે. આમ આંસુને અરમાન બન્ને પાક્કી સહેલી છે.


Rate this content
Log in