આંખોને વિરામ
આંખોને વિરામ
1 min
7
મીતાલીના પ્રેમલગ્ન હતાં ને નાની વાતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં નિરજે મીતાલીને ઘર બહાર કાઢી મૂકી ને મીતાલી કેનેડામાં એકલી બરફની વર્ષમાં બહાર બેસી રહી. સવારે નિરજે દરવાજો ખોલ્યો એણે મીતાલીને બેભાન હાલતમાં જોઈને દવાખાને લઈ ગયો. બાર કલાક પછી મીતાલીએ આંખો ખોલી એ જોઈને નિરજની થાકેલી આંખોને વિરામ મળ્યો.
