આંધળો પ્રેમ
આંધળો પ્રેમ
ગામડાના જીવનમાં એક આખો કુટુંબ કબીલો હોય છે. આજુબાજુમાં સાથે જ રહેતા હોય છે. કેટલીય પેઢઓથી. બધા સંગા પણ કાકા બાપા વરસોના વરસથી રહેતા હોય. એટલે રોજ બધા છોકરા છોકરીઓ એકબીજા સાથે વાત ચીત અને અભ્યાસ માટે પણ સાથે જતા.
એમાની એક છોકરી જેનું નામ પારુલ હતુ એને દુરના સગાના છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. લગભગ દસ કે અગિયારમાં ધોરણમાં હશે. હજુ તો કાચી ઉંમર સમજ પણ ઓછી પણ પ્રેમ એટલે કોઈ વાત માને નહિ. એકબીજાને જોઈને એટલું આકર્ષણ થાય બસ. પરેશ તેના કરતા થોડો એકાદ બે વર્ષ નાનો હતો છતા અણસમજ પ્રેમ થયો.
હવે બંને એકબીજાને છુપી રીતે મળતા. દિવસ ને રાત જાય. લગ્ન એકબીજાના થશે કે નહી એવુ કોઇ ભાન નથી. બસ પ્રેમ કરે છે. એક દિવસ પારુલ ના ઘરે કોઈ ના હોવાથી બંને એકબીજાને મળે છે. અને બે ત્રણ કલાક રહી છુટા પડે છે. અને પછી કંઈક એવુ થયુ કે પારુલ તેની સહેલીઓ સાથે રમવા કે બહાર નિકળવાનું બંધ કરીને સુમસામ રહેવા લાગી.
તેની એક સહેલી તેના ઘરે મળવા જાય છે તું રમવા કેમ નથી આવતી ? તો એ કંઈ જ બોલી નહિ. પછી તેની સહેલી પુછપરછ કરી તને તાવ આવે છે કોઈ તકલીફ થાય છે. પછી બઘુ પુછતા એ કહે છે મને કંઈ ચેન નથી પડતું અને પેલો પરેશ છે ને એને પણ મારી સાથે બોલવાનું બંધ કરી દીધુ છે. તું કાલે સવારે કોઈ ને ખબર ન પડે તેમ દવાખાને આવીશ. મને તાવ આવ્યો છે તો બતાવી ને પાછા આવીએ.
બીજા દિવસે ઘરેથી પારુલ બહાનુ કાઢીને તેની સહેલી સાથે દવાખાને જાય છે. ગામથી બહાર બાજુના શહેરમાં જાય છે. એટલે તેની સહેલી બોલી આ દવાખનું બાળચિકિત્સા અને મા બને તેના માટે છે. હા એજ છે પણ અંદર જે ડૉક્ટર છે એ મારા સગા છે અને તાવની દવા પણ લખી આપે છે. તું એમ કર નીચે હોટલમાં બેસ હું આવું ત્યાં સુધી અહીં જ બેસ.
એટલે તે ઉપર જાય છે. તેને કોઈ ડૉક્ટર ઓળખ તો નથી તે ખૂબ રડે છે અને બોલે છે એ છોકરા એ મને કહયું હતું કે હું તારી સાથે જ લગ્ન કરીશ પણ હવે તે ના પાડે છે. અને મારી સાથે બોલતો પણ નથી. અને કહે છે જે થયું તે ભુલી જા .અને કોઈને કેવાની હિંમત ના કરીશ. તો તું જ ફસાઈ જઇશ. હવે તમે જ મને બચાવી શકો છો. ડૉક્ટર... ડૉક્ટર...
આવી તો સમાજમાં ઘણી પારુલ અને પરેશ છે. જે પ્રેમને સમજતા જ નથી અને તેને આંધળો બનાવી દે છે. પ્રેમ તો લાગણી, સ્નેહ, દરકાર, અને સમર્પણ છે જે કાયમ દિલમાં હોત છે જે બાહ્ય શરીરને નહી પણ તમારી અંદરની આત્માને કરે છે.જે દિલથી થાય છે અને દિલમાં રહે છે. એ પ્રેમ છે. આતો અણસમજુ આકર્ષણ છે તે પ્રેમ નહી પણ ગાંડપણ અને ભુલ છે. સમાજની દરેક પારુલને સમજણની જરુર છે.
