આકર્ષણ
આકર્ષણ
1 min
24
અમીર બાપનો દીકરો દીપ અઢળક રૂપિયા ઊડાવે ને મોંઘી મોંઘી ગાડીમાં ફરતો. ઉંમર નાની પણ રૂપિયા થકી લાયસન્સ લઈ લીધું હતું.
સ્કૂલ બહાર ઊભો રહે એકદમ બનીઠનીને. બારમા ધોરણમાં અભ્યાસ કરતી શ્રુતિની નજરમાં આવી ગયો. પ્રેમજાળમાં ફસાવી દીધો ને દીપનાં રૂપિયે એકટીવા લીધું ને કોલેજ કરી લીધી ને ડીગ્રી હાંસલ કરી લીધી.
એક દિવસ દીપ ને કહ્યું કે તું મારે લાયક નથી.. તું ભણ્યો નથી..આમ કહીને જતી રહી.
