Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આખરી મુલાકાત

આખરી મુલાકાત

3 mins
12K


એ કરુણ આક્રંદ સાથે માથા પછાડીને રડી રહી મોનીકા. આના માટે જવાબદાર કોણ ? અમે જ ...!!! પરિવારની ખુશી માટે લાગણીઓનો ખોટો દૂર ઉપયોગ થયો.  આજે એક ભૂલથી આખો પરિવાર વિખાઈ ગયો. આજે આટલાં મોટાં વિશાળ ઘરમાં એકલતા મહેસૂસ કરી રહી. રડતાં રડતાંજ એમ જ સોફામાં ઢળી પડી પણ ઉઠવાના પણ હોંશ નહોતાં. એમ જ આંખો મિચીને એ વિચારોમાં ખોવાઈ ગઈ.

પ્રિતેશ ને બાપ દાદાની મિલ્કત નો એકલો જ વારસદાર હતો. પ્રિતેશ માટે એક સગાં દ્વારાજ વાત કરી હતી અને એક મુલાકાત ગોઠવી અને એકબીજાને પસંદ કરી લગ્ન કર્યા. પ્રિતેશ આખો દિવસ ઘરમાં જ રેહતો. કારણકે મિલ્કત એટલી બધી હતી એટલે એને કોઈ નોકરી ધંધામાં રસ નહોતો. ખાલી શેરબજારમાં રોકાણ કરતો અને ઘરમાં જ રેહતો.

આજકાલ કરતાં લગ્ન ને દસ વર્ષ થયા પણ કોઈ સંતાન નહોતું. કેટ કેટલી બાધાઓ, પત્થર એટલાં દેવ અને જ્યોતિષ, ભુવા અને દવાઓ કરાવી ત્યારે મોનિકાને સારા દિવસો રહ્યા અને પૂરા દિવસે રૂપરૂપના અંબાર દિકરો જન્મ્યો. એનું નામ દિપક પાડ્યું.

નાનપણથી જ દિપકને લાગણીઓના લાડ પ્યાર એટલાં લડાયા. કે એ દિનપ્રતિદિન જીદી બની ગયો. માતા પિતાને તો આ પરિવારમાં ચિરાગ રોશન થયો અને પોતાનો વંશ વેલો આગળ વધ્યો એ માટે દિકરાની બધી ઈચ્છાઓ પૂરી કરતાં. આટ આટલી બાધાઓ પછી આવેલો દિપક એટલે એને એ માંગે એ વસ્તુ લઈ આપતા.

આમ કરતાં એ ત્રણ વર્ષ નો થયો ભણવા મૂક્યો. ભણવામાં પણ એ બીજા ત્રીજા ધોરણથી જ સ્કૂલમાં જાય એટલુંજ આવીને દફતર ફેંકી દે એટલે પ્રતિકે દિપકના ક્લાસ ટીચરને રૂપિયા આપી ટૂયશન રખાવ્યુ જેથી સ્કૂલમાં ચાલ્યું હોય એનું એ ટીચર લેશન કરાવી દે. નહીંતર મોનિકા લેસન કરી દે. આમ કરતાં કરતાં એ નવમાં ધોરણમાં આવ્યો અને ભાઈબંધ દોસ્તારી માં પોતે ખુબજ શ્રીમંત છે એમ કહીને રૂપિયા ઉડાવતો...

ઘરમાં તો એ માંગે એ એને લઈ જ આપવું પડે નહીંતર બધું જ તોડફોડ કરી મૂકે. દિપકના મોંમાંથી શબ્દ નિકળ્યો કે‌ મારે ફોટાગ્રાફી માટે મોંઘામાં મોંઘો ( લેટેસ્ટ ટેકનોલોજી વાળો ) કેમેરો જોઈએ છે એટલે લઈ આપવો જ પડે. નહીંતર ઘરમાં બધું જ ખેદાનમેદાન થઈ જાય.

પણ, પ્રતિક અને મોનિકા તો એમનાં અનમોલ વંશજ ને સમજાવવાની કોશિશ કરી જ નહીં. બસ એકજ વિચારો કે દિપક મોટો થાય અને પરણી જાય એટલે સુધરશે અને એને ઘેર સંતાન આવે એટલે આ પરિવાર મોટો બને અને અમારું બાપ દાદાનું નામ ચાલુ રહે. નવમાં જ ધોરણમાં હતો દિપક અને મોંઘામાં મોંઘો મોબાઈલ જીદ કરી પોતાની બર્થ-ડેમાં માંગ્યો અને લીધો. અને પછી નવમાં ધોરણમાં છ મહિના થયા સ્કૂલમાં અને હવે મારે નથી ભણવું કહીને ઘરે બેસી ગયો.

અને પછી તો આખો દિવસ ભાઈબંધ સાથે ફિલ્મ જોવી અને ફરવું અને રૂપિયા વાપરવા એ જ કામ કરે. આમ કરતાં બે વર્ષ થયાં હવે તો એણે દોઠ લાખની બાઈક માટે જીદ કરી અને લીધી. આમ એની દિનપ્રતિદિન માંગણીઓ વધતી રહી. અને દશ દિવસ મુંબઈ તો દશ દિવસ ગોવા. નહીંતર દસ દિવસ આબુ અને દસ દિવસ ઉદેપુર ફરતો રહે અને મોજશોખ કરતો રહે. અઢાર વર્ષનો થયો અને ત્રીસેક લાખની ગાડી લીધી. પછીતો એની ગાડીમાં છોકરાં છોકરીઓ બધાને બેસાડીને ફરતો રહ્યો.

કોરોના વાઈરસ નો પ્રકોપ ફેલાઈ રહ્યો. સરકારે સાવચેતી માટે લોકડાઉનનો નિર્ણય લીધો પણ દિપક ઘરમાં રેહવા ટેવાઈલો નહીં એટલે પ્રતિક જોડે જીદ કરીને લાગતાં વળગતા ઓળખતાં પાસેથી "પાસ" બનાવડાવ્યો અને પછી એ લઈને ફરતો રહ્યો. બીજા લોકડાઉનમાં દિપક એક ભાઈબંધ થકી સંક્રમિત થયો અને તબિયત બગડતાં એને "કોવિડ હોસ્પિટલમાં" લઈ ગયા. એ આખરી મુલાકાત બની રહેશે એ કોને ખબર હતી. ત્યાં ખુબ જ ધમાલ કરતો અને દવાઓ નહીં લેવાની જીદ કરતો અને બૂમો પાડતો મને ઘરે જવા દો

રોજ દિપકના પગ દબાવવાના લીધે પ્રતિક પણ સંક્રમિત થયો. એને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અને આ બાજુ દિપકને કોરોના એ ભરખી લીધો. એને ઘેર પણ નાં લવાયો અને એની વિધી પતાવી દીધી

ખાલી ફોન કર્યો ઘરે અને મોનિકા આ સાંભળીને કરુણ આક્રંદ કરી રહી કે પરિવાર વધારવાની લાલચમાં એની બધીજ જીદ પૂરી કરતા આવો દિવસ જોવાનો વારો આવ્યો. અને છેલ્લી મુલાકાત બની રહી..


Rate this content
Log in