આખરી ઈચ્છા
આખરી ઈચ્છા
1 min
241
આરતી બહેનને લાસ્ટ સ્ટેજનું કેન્સરનું નિદાન થયું..
ઘરમાં બધાંજ ચિંતામાં પડી ગયાં..
આરતી બહેને કહ્યું કે આ ફાગણ મહિનો ચાલે છે અને ડોક્ટર નાં કહ્યાં મુજબ હવે હું આજકાલની મહેમાન છું તો મારી આખરી ઈચ્છા છે કે આપણે ધૂળેટી રમીએ. નાનપણથી જ મને ધૂળેટીમાં રંગોથી રંગાવું અને બીજાને રંગવું ગમે છે તો આપણાં જ શહેરમાં રહેતી તારી બહેનને બોલાવી લો...
અજયે કહ્યું સારું મા..
સરકારી પરમિશન લીધી અને બહેન વંદનાને ને કુમાર ને બોલાવ્યાં અને સરકારી ગાઈડ લાઈન મુજબ આરતી બહેનની ધૂળેટી રમવાની આખરી ઈચ્છા પૂરી કરી.
