આકાશ
આકાશ


આકાશ આજે સવારથી અકળામણ અને અપરાધ ભાવના અનુભવી રહ્યો હતો જ્યારથી લોકડાઉન થયું ત્યારથી એ ઘરમાં જ બેઠો હતો પણ પોતે એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો એટલે એણે આ પિતાજીની નાની નોકરીની મશ્કરી કરી હતી અને કહેતો હતો કે છોડી દો આવી નાની અને મજૂરી કરવાની નોકરી હું ટેબલવર્ક કરી ને તમારાં પગાર કરતાં ચાર ગણા રૂપિયા કમાઈ લઉં છું.
વિનય ભાઈ દર વખતે હસીને જવાબ આપતાં બેટા તું આગળ પ્રગતિ કરે એથી તો મને ખૂબજ આનંદ થાય છે અને તું હજું પણ વધુ પ્રગતિ કરે એવી દુવા આપું છું પણ મારાં હાથ પગ ચાલે ત્યાં સુધી હું આ નોકરી નહીં છોડુ. ભલે મારો પગાર સાવ થોડો રહ્યો પણ તારી મા અને મારો ખર્ચ તો નિકળી જાય છે ને.!
તું આપે રૂપિયા બેટા અમને પણ દરેક માતા-પિતાને પોતાના સંતાનો પાસે રૂપિયા માટે હાથ ફેલાવો નાં ગમે.
આકાશ પણ આપણે ક્યાં એવું છે પપ્પા. ?
બેટા એવું કશું જ નથી પણ તોયે સમયની ગતિ કોણ જાણે છે.
નોકરી તો હમણાં નહીં જ છોડુ આમ પણ મારે રિટાયર થઈશ એટલે એમ પણ નોકરી છોડી જ દેવાની છે ને.!
આકાશ સારું પપ્પા પણ આ તો મારી ઈચ્છા હતી કે હવે હું ઘણું કમાઉં છું તો આપ હવે આરામ કરો.
પણ આ બધું વિચારેલું કશું થાય એ પહેલાં લોકડાઉન ખૂલ્યું એટલે આકાશ કંપનીમાં હાજર થયો પણ બે મહિનાનો પગાર આપી નોકરીમાંથી છૂટો કરી દીધો કે કંપની હાલ ખોટમાં જાય છે અને આકાશ જેવાં કેટલાંય છોકરાઓએ નોકરીથી હાથ ધોઈ નાંખ્યા.
ત્યારથી આકાશ નોકરી માટે પ્રયત્ન કરતો હતો પણ નોકરીનાં કોઈ જ ઠેકાણું હતું નહીં અને આજે વિનય ભાઈની નોકરી પર જ આખું ઘર નભતું હતું કારણકે આકાશનો બે મહિનાનો પગાર તો એનાં બાઈક, મોબાઈલ અને લેપટોપ નાં હપ્તા ભરવામાં ખર્ચાઈ ગયો હતો.
આજે ફરી એણે એક કંપનીમાં નોકરી માટે અરજી કરી પણ ત્યાંથી પણ નાં આવી કે હાલમાં નવાં માણસોની જરૂર નથી એટલે જ આકાશ અકળામણ અને અપરાધ ભાવના અનુભવી રહ્યો કે જે પિતાની નોકરીની મશ્કરી કરતો હતો એ જ નોકરીથી ઘર પરિવાર ચાલે છે અને પોતે પણ લાચાર બનીને પિતાનાં પગાર પર જ નભી રહ્યો છે..
આકાશ વિચારી રહ્યો કે આકાશમાં ઉડતા પહેલા પાંખો તપાસીને જ ઉડવું જોઈએ નહીંતર જમીન પર પડવાનો વારો મારી જેમ જ આવે.
અને અસાહય બનીને જીવન જીવવું પડે છે.
આમ આકાશ ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા આકાશમાં જોઈ રહ્યો.