આજનું શિક્ષણ
આજનું શિક્ષણ
આજનું શિક્ષણ સ્તર કેટલી હદે નિમ્ન કક્ષાની સપાટીએ પહોંચી ગયું છે. સરસ્વતી માતા ને લક્ષ્મી થકી ખરીદવામાં આવે છે. આજે સાચાં અને હોશિયાર વિદ્યાર્થીઓને આવાં પેપર કાંડ થકી નુકસાન થાય છે અને ડફોળ વિધાર્થીઓને રૂપિયા થકી ફાયદો થાય છે આમાં ભવિષ્યમાં શું થશે એ કોઈ વિચારતું જ નથી.
આવાં ભેજાબાજ પેપર કાંડ કરે એની પાછળ ઘણાં મોટા માથાઓ પણ હોય છે સત્ય તો તળિયે બેસી ગયું છે. દંભ ને દેખાવને રૂપિયા થકી બધું ઘણું ઢંકાઈ જાય છે.
આપણાં કાયદામાં પણ ઘણી છટકબારીઓ છે જેનો ઉપયોગ આવાં ભેજાબાજ કરે છે એમને કાયદા, કાનૂન કે કુદરતનો ડર બિલકુલ નથી અને આમજ ભ્રષ્ટાચાર ને લાંચરૂશ્વત વધી રહ્યાં છે અને સાચ્ચા અને નિર્દોષ પ્રજાને ભોગવવું પડે છે.. ભલમનસાઈની ભાવના અને માણસાઈ તો મરી પરવારી છે આજે શિક્ષણ પદ્ધતિ અને શિક્ષકોની પણ કોઈ કિંમત નથી આમાં ભવિષ્યમાં શું થવાનું જ્યાં શિક્ષણને જ ભરબજારે વેચવામાં આવે છે.
પણ, કેટલાક વ્યક્તિઓના જીવનમાં આવાં પેપર કાંડ થકી નિરાશાનું વાતાવરણ સર્જાય છે એ ભૂકંપ કે ચક્રવાત કરતાં પણ વધુ નુકસાનકારક હોય છે.
આ સમજવાની જરૂર છે.
કોઈ પણ વ્યક્તિ જ્યારે ખોટાં માર્ગે આગળ વધે છે ત્યારે એનું મન, બુધ્ધિ, ચિત્ત બધું જ મરી પરવારી ગયું હોય છે. એટલે જ આવાં ભેજાબાજ કાંડ કરે છે.
પણ બધાંજ પ્રતિકાર કરવા લાગે તો સિસ્ટમને સુધારી શકાય.
પણ અફસોસની વાત છે કે આ વરસોની ઘરેડ એમને માફક આવી ગઈ હોય છે. એમાંથી બહાર આવવું એમને ગમતું નથી. આ બધાં બહાવરાં બની સમગ્ર વ્યક્તિત્વને થોડો સમય હચમચાવે છે.
હવે અહીં જે પેપર કાંડ ઘટના સર્જાય છે એને સમજવાની જરૂર છે.જો આપણું વ્યક્તિત્વ હકારાત્મક હશે તો ખાસ વાંધો આવતો નથી. પણ, જો આપણે બહારથી બરાબર લાગતા હોઈએ પણ આપણા અંત:મનમાં, આવી ઘટનાથી ડગી જાય તો હોશિયાર વિદ્યાર્થીઓ હતાશામાં ગરકાવ થઈ જાય છે.
માટે જ આ શિક્ષણ પદ્ધતિ ઉપર સવાલ ઊભા થયા છે.
