આજનું 'હાય' અને 'બાય'
આજનું 'હાય' અને 'બાય'


આજની આખી પેઢી 'હાય' અને 'બાય'ના બે છેડા વચ્ચે જ જીવે છે. અચનાક કોઈ મળશે કે મળવાનું હશે તો તરત જ 'હાય' બોલશે. ફેસબુક કે વોટ્સ અપ અથવા કોઈ એપના મેસેન્જરમાં આખો દિવસ 'હાય '! કોઈકથી છુટા પડવાનું થાય તો કહેશે 'બાય'! શું આપણે હાય હાય અને બાય બાય કરીને જીવન જીવે જઈશું ?
કોઈની હાય લેવામાં ય સારી નહીં અને આપવામાં યે સારી નહીં ! હાયની હૈયાવરાળ તો જાણે હરદમ આપણી આસપાસ મંડરાયેલી મળે છે. જરાક કંઈક નુકસાન થયું તો તરત જ કહીશું 'હાય હાય' કેવું કરી નાંખ્યું ? હાય હાય હવે શું થશે ? હાય હાય આ તો કેવા લોકો છે ? આ બધા આપણા રોજીંદા વાક્યો છે જે સહજ છે. પણ જો જીવન વ્યવહારમાં હાય ને બદલે "હોય" બોલવાનુ શીખી લઈએ તો ઘણી બધી સમસ્યાઓથી બચી શકાય. કંઈક ઘટના ઘટી હોય તો હાય હાય કરવાને બદલે કહો "હોય ચાલ્યા કરે" "હોય ભાઈ હોય આ જમાનો બદલાઈ ગયો છે" દુનિયામાં આવું બધું તો બન્યા કરે. માટે જ હાય નહીં હોય કહો. બાય નહીં ફરી મળીશું એમ કહો.