STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આજનું ભણતર

આજનું ભણતર

1 min
158

આજનું ભણતર જ એવું થયું છે કે બાળકો ને ભણતરમાં રસ જ ના રહે, ખાલી પુસ્તક નું જ્ઞાન, પુસ્તકનાં જ્ઞાનથી જિંદગી જીવવા માટે વ્યવહારુ જ્ઞાન નથી મળતું એટલે ઘણા વધારે ભણેલા નાની નાની વાતમાં ગૂંચવાઈ જાય છે. માટે જ ભણતર તો એવું હોવું જોઈએ જે ગમ્મત સાથે જ્ઞાન અને જીવનમાં ઉપયોગી વ્યવહારીક જ્ઞાન પણ આપવું જોઈએ તો બાળકો ને ઉપયોગી બને અને તો જ બાળકોને ભણવામાં પણ રસ પડે અને હોંશ હોંશ ભણે.

આ ભણતર જો ભાર વિનાનું હોત તો, બાળકો સ્કૂલેથી ઘેર પહોંચીને સ્કૂલ બેગનો ઘા કરે ખરા ?

ના જ કરે ... કારણકે અત્યારે ભણતરનો ભાર બાળકો ઉપર માતા-પિતા નાંખે છે અને ટકાવારી લાવવા માટે દબાણ કરે છે એટલે બાળકો નિખાલસ ભાવનાથી ભણી નથી શકતા પણ માતા-પિતા, મિત્રો અને સમાજની બીકે જ ભણે છે.

માટે જ બાળકો ભણતરથી દૂર ભાગે છે, એ માટે ભણતરનું માળખું બદલવાની જરૂર છે અને બાળકો ને રસ પડે એ રીતે ભણતર રાખવું જોઈએ.


Rate this content
Log in