આજની પરિસ્થિતિ
આજની પરિસ્થિતિ
આજની પરિસ્થિતિ માટે કોને જવાબદાર ગણવા અને કોની પાસે ફરિયાદ કરવી, જે માત્ર પોતાની ક્ષણિક તકલીફો માટે ફરિયાદ જ કર્યા કરે છે અને એક નાનો પ્રશ્ન ઉકેલી નથી શકતા એ બીજાની દુઃખદાયક પરિસ્થતિ અથવા સાચી તકલીફ સમજી શકે અને એમનાં પ્રશ્નોના પહાડને ઉકેલવામાં મદદરૂપ થાય એવું શક્ય નથી.
કારણકે માણસ માત્ર આદતોનો ગુલામ બની ગયો છે એને એનું દુઃખ કે તકલીફ મોટી જ લાગે છે.
હમણાં એક જગ્યાએ જવાનું થયું તો ત્યાં ઈન્ડિયન ટોયલેટ હતું તો એક બાળકને ટોયલેટ જવું હતું તો મોટે મોટેથી બૂમ પાડીને રડતું હતું મેં સહજ પૂછ્યું કે શું થયું ? કેમ રડે છે ?
તો બાળકની મમ્મી કહે એને ટોયલેટ જવું છે પણ વેસ્ટર્ન ટોયલેટ નથી એટલે ઈન્ડિયન ટોયલેટને ડર્ટી ટોયલેટ કહે છે માટે વેસ્ટર્ન ટોયલેટ માટે રડે છે.
મેં કહ્યું તો સમજાવોને..
તો કહે એ ના સમજે પણ આવાં મોટા મેળવડા રાખે છે તો વેસ્ટર્ન ટોયલેટ હોય એવી જગ્યાએ જ રાખવું જોઈએ ને કેટલી તકલીફ પડે છે એ સમજાતું નથી કોઈને.
બોલો આવાને શું કહેવું ?
આ તકલીફ છે કે આદતોનાં ગુલામ ?
