આજની પરિસ્થિતિ
આજની પરિસ્થિતિ
અશોકભાઈને પોતાનો ધંધો હતો એ રાત્રે ઘરે આવ્યા અને ગળામાં દુખવા લાગ્યું એમણે જમીને ગરમ પાણીના કોગળા કર્યા ને સૂઈ ગયા સવારે એ ફેમિલી ડોક્ટર પાસે ગયા કહે ગળામાં દુઃખે છે જોઈ લ્યો.
ડોક્ટરે ચેક કર્યા વગર જ કહ્યું કે પહેલાં કોરોના રીપોર્ટ કરાવી આવો પછી તપાસ કરું..
અશોકભાઈ કહે પણ દવા તો આપો તો કહે પહેલાં રીપોર્ટ પછી દવા.
આમ અશોકભાઈ બે ત્રણ દવાખાને ફરી આવ્યા પણ બધાં જ પહેલા કોરોના રીપોર્ટ કરાવીને આવો એમ એક જ વાત કરી અને કોઈએ દવા ના આપી ! આથી અશોકભાઈ એકદમ ગભરાઈ ગયા અને ગભરામણ થઈ અને એમને બીપી વધી ગયું અને છાતીમાં દુખવા લાગ્યું એટલે ઘરના એમ્બ્યુલન્સ બોલાવી અને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા પણ ત્યાં પહોંચ્યા ત્યાં તો અશોકભાઈ નો જીવ ઉપર ઈશ્વર પાસે ન્યાય માંગવા જતો રહ્યો પરિવારને રડતાં મૂકીને.
આ સત્ય ઘટના છે... નામ ઠામ બદલ્યું છે.
થોડી સાવધાની અને સાવચેતી જરૂરી છે પણ દવા પણ જરૂરી છે નહિંતર માણસ ગભરાઈ જાય કે મને એવું શું થયું છે.
