Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આજનાં યુવાનો

આજનાં યુવાનો

2 mins
102


આજનાં યુગમાં આજની પેઢીને ઘરમાં રહેતા માતા-પિતા સાચી સલાહ, સૂચનો આપે એ મંજૂર નથી હોતું અને ગૂગલમાં સર્ચ કરીને એ જાણકારીનો અમલ કરે.

ઘરમાં રહેતા માતા-પિતા એમની જિંદગીનાં અનુભવ થકી સાચું કહે કે કોઈ ઉપાય બતાવે પણ આજનાં યુવાનો તમને કશી સમજણ ના પડે ડોકટરે કહ્યું નથી.. તમે તમારું જ્ઞાન તમારી પાસે રાખો એવું કહી દેતાં પણ અચકાતા નથી અને ગૂગલ મહારાજ ને પૂછીપૂછીને એનું અનુકરણ કરે છે... વાહ રે આજનાં આધુનિક યુગના યુવાનો...

 સંતાનને જિંદગીમાં કોઈ ને કોઈ તબક્કે એક વખત તો એવું લાગતું જ હોય છે કે મારાં માતા-પિતા કંઈ સમજતાં જ નથી એની જગ્યા એ હું હોવ તો મે આવું કર્યું હોત તેવું કર્યું હોત...

અમુકતમુક સંતાનોને તો એમનાં માતા-પિતા પોતાના ભાઈબંધ દોસ્તારો બેઠાં હોય અને રૂમમાં આવે એ પંસદ નથી હોતું એમની ઈમપ્રેશન ખરાબ થઈ જાય છે...

આંગળી પકડી જેણે ચાલતાં શીખવ્યું હોય એ જ માતા-પિતાને અપમાનિત કરતાં શરમ નથી આવતી.

પણ જો પત્નીનાં સગાંવહાલાં આવે તો સ્વાગતમાં રૂપિયાનું પાણી કરતાં અચકાતાં નથી..

માતા-પિતાની નાની ઈચ્છાઓ પૂરી નથી થતી અને અજાણ્યા બનીને માતા-પિતાનાં કેટલાક સપનાંની કતલ કરી હોય છે ?

એ કોણ યાદ રાખે છે...

કારણ કે માતા-પિતા એની ખબર પડવા જ દેતા નથી...

આજનાં યુવાનોને માતા-પિતાની માનસિક અવસ્થા ખબર છે ?

નથી હોતી...

કારણકે સમય નથી મળતો..

માતા-પિતા એ તમારી કેટલીય ભૂલો માફ કરી હોય છે...

અને હજુયે કરતાં જ રહે છે...

આજની પેઢી એકેય ભૂલ ને માફ કરી શકે છે ખરા ?

હા...દરેક માતા-પિતા મહાન હોતા નથી...

ઘણાં માતા-પિતાથી ભૂલો થઈ ગઈ હોય છે...

પણ એની પ્રત્યેનાં અણગમાં દૂર કરી ક્યારેક કહી જોજો કે 

માતા-પિતા હું તમારો ઋણી છું

તમારી શિક્ષા થકી જ હું આ હોદ્દા કે પદ ઉપર છું

ગૂગલ નહીં પણ માતા-પિતા મને તમારી સલાહ જોઈએ છે

એટલાં શબ્દો એમને જિંદગી જીવવાનું બળ આપશે

એમને થશે કે અમે નક્કામા નહીં હજુ ઉપયોગી છીએ માટેજ બધાંજ અણગમા, નારાજગી છોડી ક્યારેક માતા-પિતાને એક માણસ તરીકે મૂલવજો. ઘણા અણગમા દૂર થઈ જશે અને ઘર સ્વર્ગ સમાન બની જશે.


Rate this content
Log in