આજકાલ
આજકાલ
આજકાલ તો સાહિત્ય જગતમાં પણ ચોરી એટલી બધી વધી ગઈ છે કે હું કોપી આરક્ષિત છે આ રીતે મૂકું છું તોયે ચોરી કરનારો એક વર્ગ છે એ ચોરી કરીને લેખમાં થોડા અંશે સુધારો વધારો કરીને રૂપિયા નાં જોરે વિધવિધ પેપરમાં છપાવી દે છે અને પછી એ પેપરના કટીંગ મુકીને પોતે લેખ લખ્યો છે એવો દાવો કરે છે.. બેશરમીની પણ હદ હોય છે આ લોકોને નથી કારણકે વગર મહેનતે ફટાફટ બધું જ જોઈએ છે અને રૂપિયા થકી નામનાં મેળવવી છે... સરસ્વતી માતાનો પણ ડર નથી.. આવાં કોપી પેસ્ટવાળા લોકો મારી પોસ્ટ પર ક્યારેય લાઈક, કોમેન્ટ કરતાં જ નથી પણ જેવું જુએ કે નવીન આવ્યું એટલે સીધી કોપી પેસ્ટ કરીને ઓળખાણ અને રૂપિયા થકી રાતોરાત પેપરમાં અને મેગેઝીનોમાં છપાવી દે છે.
આવાં ચોરોના સરદાર ઠેર ઠેર ભર્યા છે.
