આજે વાઘબારસ
આજે વાઘબારસ
આજે વાઘબારસ છે... વાઘબારસ એટલે જિંદગીમાં વાઘ જેવા બનવાનું... ડગલે પગલે આવતી મુસીબતોનો સામનો વાઘની ગર્જનાની જેમ દૂર કરવાનો.
દિવાળીનાં પર્વનો બીજો દિવસ એટલે વાઘબારસ...
પારંપારિક રીવાજો પ્રમાણે વાઘબારસથી સંયુક્ત કુટુંબમાં એક બનીને ઉત્સાહથી ઉત્સવ ઉજવણી કરવામાં આવતી જે કમાણી કરવા શહેરમાં વસ્યા હોય એ પણ વાઘબારસે ઘરે આવી જતાં...
ગામડાઓમાં છાણથી ઘરને લીપીને સુશોભિત કરવામાં આવતું અને ગેરૂથી ચિત્રો દોરવામાં આવે..
વાઘબારસે દીવા પ્રગટાવી ને ઘરને રોશનીયુક્ત બનાવીએ છીએ.. તુલસી ક્યારે દીવા પ્રગટાવીને તુલસી માતાને પગે લાગી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે એવી મનોકામના કરવામાં આવે છે.
વાઘબારસે બાર દીવા કરવાનાં જેથી ઘરમાંથી વિધ્નો બાર ગાઉ દૂર રહે.
માટે જ દિવાળીમાં આંગણમાં રંગોળી પૂરી ને તુલસી ક્યારે દીવા પ્રગટાવી ને તુલસી માતાની પૂજા કરવામાં આવે છે.
