Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે લાભપાંચમ

આજે લાભપાંચમ

1 min
387


આજે લાભપાંચમ છે જેને જ્ઞાનપંચમી પણ કહેવાય છે..

આજે તો લાભપાંચમ એટલે પાંચ દિવસથી બંધ રહેલા ધંધા, રોજગાર ખોલીને લાભ કરવાનો દિવસ છે.

લાભપાંચમ એટલે સહજ બધાને લાભ થાય એવું જોઈએ છે.. પણ લાભ શેનો લાભ ?

આપણાં પૂર્વજો કહેતા હતા કે લાભ એટલે ખાલી ધન-દોલત ભેગું કરવાનો લાભ નહીં પણ કમાણીનો અમુક હિસ્સો મૂંગા પશુઓને માટે કે અમુક જરૂરિયાતમંદ માણસને મદદરૂપ બની શકાય એ લાભ છે અને એનો મોટો લાભ પ્રભુનાં દરબારમાં મળે છે.

લાભપાંચમને જ્ઞાનપંચમી કહે છે તો માણસનાં જીવનમાં જ્ઞાનનો અજવાસ ના હોય તો જીવન અંધકારમય બની જાય છે ... જો જ્ઞાન હોય તો માણસનું જીવન ઝળહળી ઊઠે છે કારણકે જ્ઞાન થકી માણસ રૂપિયા કમાઈ શકે છે.

પૂર્વજો અનુસાર જ્ઞાન જીવનને અજવાળી છે અને સંસ્કારોથી શણગારી દે એ જ સાચું જ્ઞાન છે..

પણ, આજે તો જ્ઞાનનાં નામે અજ્ઞાનની આંધળી દોટ મૂકી છે ગાડરિયો પ્રવાહ ઘેટાં બકરાંની જેમ અનુસરે છે પણ સાચી સમજ નથી.

માટેજ લાભપાંચમે જ્ઞાનનો અજવાસ કરજો અને જીવનને સુંદર અને સફળ બનાવજો.

લાભપાંચમ આપને ફળદાયી બની રહે એવી શુભેચ્છાઓ.


Rate this content
Log in