*આજે લાભપાંચમ છે*
*આજે લાભપાંચમ છે*


આજે લાભપાંચમ છે જેને જ્ઞાનપંચમી પણ કહેવાય છે. આજથી ધંધા રોજગારનું સારું મુહૂર્ત જોઈને કામગીરી ચાલું કરવામાં આવે છે અને પાંચ દિવસની રજાઓ પછી નવા જોમપૂર્વક ધંધાને સફળ બનાવવા હરિફાઈના યુગમાં એક હરણફાળ ભરી દોટ મુકે છે. અને જ્ઞાનનો અજવાસ જો માણસ પાસે ના હોય તો જીવનના અંધકારભર્યા એ પંથ કે વેપાર, ધંધામાં એકાદ ડગલુંય ન મુકી શકાય. જ્ઞાન એ તો દીવો છે જે જીવનને ઝળહળતું કરી દે છે.
સાચી સમજણ આપે તેને જ્ઞાન કહેવાય. જે જ્ઞાનથી જિંદગી સુધરી જાય અને પરિવાર અને સમાજને ઉપયોગી બને અને સંસ્કારોથી શણગારી દે એ જ સાચું જ્ઞાન કહેવાય. આજે તો જ્ઞાન અને લાભ માટેની અડાબીડમાં લોકો આંધળી દોટમાં લોકો દોડી જાય છે અને પછી એ ચક્રવ્યૂહમાં ઉંડાને ઉંડા ખાડામાં ઉતરતા જાય છે. આજે તો લાભપાંચમ છે નવારોજગાર અને ધંધામાં ઉતરો ઉત્તર વધારો થાય એ માટે કમર કસવાના દિવસો શરૂ થાય. વેપારી અને ગ્રાહક સાથે સુમેળભર્યા સંબંધોનો લાભ. આમ આ જ લાભ આપણે ભક્તિ ના માર્ગ પર જવા આજથી શરૂ કરી દઈએ તો આવનારા નવું વર્ષ અનેક લાભ અને ફાયદા કારક બને.
લાભ ખાલી રૂપિયા, ધનદોલતનો નહીં માણસાઈનો લાભ વધારીએ. લાભ ભાવનાઓનો વધારીએ. લાભ ભારતીય સંસ્કૃતિનો વધારીએ. લાભ વધુ વૃક્ષો વાવવાનો વધારીએ. લાભ એકબીજાને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરીએ..લાભ લઈએ દુઃખ દૂર કરવાં મદદરૂપ બનીને.
શુભ લાભપાંચમ...