આજે કાળીચૌદસ
આજે કાળીચૌદસ
આજે કાળીચૌદસ છે... કાળીચૌદશને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે... કાળીચૌદશ એટલે સાધકોનો સાધનાનો દિવસ અને તાંત્રિકોનો સ્મશાનમાં અઘોર સાધના કરવાનો દિવસ.. કાળીચૌદસે મહાકાળી માતાજી અને હનુમાનજીની ઉપાસના કરવાથી આખુંય વર્ષ સુખમય બની રહે છે.
એક કહેવત છે કે કાળીચૌદશના મેંશ આજયા ક્યાંય પાછાં પડે નહીં...
આપણાં પૂર્વજો કહેતા હતા કે કાળીચૌદશના ભક્તિનું ભાથું બાંધી લો તો જીવનમાં આવતી મુશ્કેલીઓથી બચી શકાય છે.
કાળીચૌદશે ચાર રસ્તા ઉપર વડાં કે ભજીયા બનાવી મુકીને આવવાથી ઘરમાંથી કકળાટ દૂર થાય એવું ઘણાં લોકો માને છે ને એમ કરે છે પણ આવું કરવાથી કકળાટ દૂર થાય છે કે કેમ એ ખબર નથી.
કાળીચૌદશનાં રોજ ચૌદ દીવા પ્રગટાવીને મૂકવામાં આવે છે.
કાળીચૌદશના રોજ ઘર ઘરમાં ભજીયા, વડાં, દહીંવડા બનાવવામાં આવે છે.
ઘરનાં સભ્યો એકત્રિત થઈને પોતપોતાના ઈષ્ટ દેવની પૂજા ઉપાસના અને મંત્ર જાપ કરે છે.
આમ દિવાળીનાં દરેક દિવસોનું આગવું મહત્ત્વ છે...
કાળીચૌદશ તમારાં જીવનમાં ફળદાયી બની રહે એવી શુભેચ્છાઓ...જય મહાકાળી મા... જય બજરંગબલી.
