STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે ગુરૂપૂર્ણિમા

આજે ગુરૂપૂર્ણિમા

4 mins
215

આપનાં શ્રીચરણોમાં કોટી કોટી પ્રણામ ગુરૂદેવ. જગતજનની જગદંબાના અષાઢી ગુપ્ત નવરાત્રિ પર્વ પૂરું થયું અને ગુરુપૂર્ણિમાનો રૂડો અવસર આવ્યો.ભગવાન પછી ધરતી ઉપર પ્રત્યક્ષ દેવ એટલે ગુરૂદેવ છે જેમની કૃપા જેમને મળે એટલે કે ઈશ્વર મળ્યા બરાબર છે.

ગુરૂ એટલે માતા-પિતા પણ આપણાં પ્રથમ ગુરૂ જ છે.

શિક્ષક ગુરૂ છે. જગદગુરુ શંકરાચાર્ય અને જગદગુરુ શ્રી કૃષ્ણ પણ છે. દત્તાત્રેય ભગવાન એ કહ્યું હતું કે જયાથી પણ કંઈ શિખવા મળે એ આપણાં ગુરૂ જ કહેવાય.

ગુરુપૂર્ણિમા જેવા ત્યોહારનું એટલેજ ખુબ મહત્વ છે આ સમયગાળા દરમિયાન.

ગુરૂની કૃપાના ગુણ મળે તો જીવની ભાવના શુદ્ધ બને છે અને ગુરુ કૃપા થકી જ ભવપાર ઉતરાય છે.

આપણાં મોટાભાગના ઋષિ-મુનિઓ પણ સંસારી હતાં, અને સંસારમાં જીવ કયારે ભ્રમિત થશે એ જાણતા હતા એટલે જ ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરુ પાસેથી સાચું જ્ઞાન અને ગુપ્ત મંત્ર જાપ શીખવા મળે એ હેતુથી જ ગુરૂપૂર્ણિમા નું મહત્વ છે.

ગુરુકુળમાં અને ઋષિમુનિઓનો એ ઉત્સવ એટલે કે આ યુગમાં નહીં પણ આપણી સંસ્કૃતિમાં ભવોભવ ગુરૂપૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ગુરુકુળમાં શિષ્ય પોતાના ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા જતાં અને બધીજ વિદ્યામાં પારંગત થઈ જાય પછીજ માતા-પિતા પાસે પરત ફરતાં.

ગુરુ પણ શિષ્યોને સારામાં સારી વિદ્યા આપતાં હતાં અને હાલ પણ આપે છે. સેવક, શિષ્યને પૂર્ણ ભરોસો રહેતો કે ગુરુના વચનથી શ્રેષ્ઠ મારી માટે બીજું કંઈ જ ન હોય.ગુરુ વચન એ સત્ય અને ગુરુ પરની શ્રદ્ધા ગુરુને પણ આપણું હિત કરવા મજબૂર કરી શકે છે.

ગુરૂ પૂર્ણિમાનો અવસર આજે હોવાથી આજે ગુરૂપૂર્ણિમાનું મહત્વ સમજ્યા.

ગુરૂ સેવકની વાત આવે ત્યારે વારંવાર બોલાતું વાક્ય છે કે ગુરૂ વચનમાં ભરોસો રાખો તો બેડો પાર થઈ જાય.

કબીરજી નો દુહો છે.

'ગુરૂ ગોવિંદ દોનોં ખડે કાકે લાગૂ પાય.'

'બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દીયો બતાય'

પછી. બીજો દુહો.

'સબ ધરતી કાગજ કરું, લેખન સબ વનારાઈ.'

'સાત સમંદર કી મસી કરું ગુરૂ ગુણ લિખા ન જાય'

 સૌપ્રથમ તો સદગુરૂ એ આપણાં પૂર્વ પૂન્ય કર્મ થકી મળે છે.

આપણાં જ અસ્તિત્વની અપૂર્ણતા ને ગુરૂદેવ દૂર કરે છે અને અંધકાર દૂર કરીને જ્ઞાનની રોશની થકી જિંદગીને ઉજજવલ કરે છે અને એક નવજીવન આપે છે.

સંસારના દુઃખોમાં થી નિકળવાનો માર્ગ બતાવે છે અને ભક્તિનાં માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે અને જીવનને સુંદર બનાવે છે.

ગુરૂદેવ દૂર હોય તોય હરપલ સાથે હોવાનો અહેસાસ કરાવે છે.

ગુરૂ એવું જતાવતા નથી તે એક સંપૂર્ણ જ્ઞાની સાધુ તરીકે જીવે છે. તે સંસારી હોય તોયે સાદી અને સરળ ભાષામાં સચોટ વાત નિખાલસ પણે સમજાવે છે.

ગુરૂની દિનચર્યા અને વ્યવહારોમાં પણ ભરોસો રાખવો પડે. કારણ કે તેમનું જાહેરમાં જીવન અલગ હોય અથવા તો એવી કક્ષાએ પહોંચ્યા હોય કે, જ્યાં તેમને કોઈપણ પ્રકારના ભોગ હલાવી શકે નહીં. ઈશ્વર સાથેનું તેમનું અનુસંધાન કોઈ કાળે તૂટે જ નહીં. 

ગુરૂદેવ નિષ્પક્ષ હોય છે એમનાં જીવનમાં આવેલી કોઈ પણ મુશ્કેલી માટે એ ઈશ્વર કે અસ્તિત્વને દોષ દેતા નથી અને આવેલી પરિસ્થિતિમાં સમભાવ સાથે સ્વીકારે છે.

ગુરૂદેવ પોતાના આચરણ થકી જ સેવકો પર પ્રભાવ પાડે છે.

આપણે જેમને ગુરૂ પદે સ્થાપ્યા હોય સદગુરુનું સ્થાન આપ્યું હોય એમનાં પર ભરોસો રાખવાથી ક્યારેય કોઈ વિધ્ન કાળ બનીને નથી આવતું પણ આવેલું સંકટ દૂર થઈ જાય છે નાની મુશ્કેલી આપીને.

 ગુરૂદેવ નાં અંતર નાં આશિષ અને દુવા ક્ષણે ક્ષણે પડછાયાની જેમ આપણી સાથે ચાલે છે અને આપણું જીવન સલામત રાખે છે.

સદગુરુ શરણમાં રાખીને આપણાં ઉપર અનુગ્રહ કરે છે.

માટેજ ગુરૂનાં વચન પર ભરોસો ન હોય તોય ગુરૂ સેવક ઉપર દયાભાવ રાખે છે એમને મન બધાંજ સેવકો એકસમાન હોય છે કારણકે ગુરૂ લોક કલ્યાણની ભાવના સાથે જ ગાદી ઉપર બેઠાં હોય છે.

ગુરૂ ઉપરનો ભરોસો ભવપાર સુધીની સફર તય કરે છે.

ગુરૂ નું મન હંમેશા નિર્મળ હોય છે. આપણાં જીવનમાં ગુરૂ સદનસીબે આવે છે.

આપણી ગુરૂ પ્રત્યેની શ્રદ્ધા જ એમનાં ચરણોમાં નિશ્ચિત થઈને બેસાડે છે અને એટલે જ ગુરૂ અને સેવક નું મિલન જીવ અને શિવ જેવું બની રહે છે.

આપણી જીવન યાત્રા ગુરૂદેવ નાં ભરોસે છોડી દેવાથી પણ કોઈ મુશ્કેલી આવતી નથી એટલે કે ગુરૂદેવ જે રીતે જિંદગીમાં જીવતાં શિખવાડે તેમ જીવવું એવો પાકો સંકલ્પ કરવાનો હોય છે. 

બસ આટલું જ સેવકે કરવાનું હોય છે બાકીનો તમામ રસ્તાઓ સદગુરૂ જ તય કરાવતાં હોય છે.

 આપણાં જીવનને વધુ ને વધુ સરળ બનાવવા આપણને પ્રેરિત કરે છે અને અન્ય ઉલઝનોમાં ફસાયા વગર ભક્તિ અને સત્યનો માર્ગ બતાવે છે.

 માટે જ સદગુરૂ ચરણે નિશ્ચિત થઈ બેસી જઈએ તો પૂરી દુનિયામાં જે બનવાનું હશે તે બનશે. પરંતુ આપણી જિંદગી તો સમર્થ સદગુરૂનાં હાથમાં હોવાથી સલામત હોય છે એવી દ્રઢ શરણાગતિ અને શ્રધ્ધા જ આપણને સલામતી બક્ષે છે.

આપણે સદગુરૂની અનન્ય કૃપામાં ભીંજાઈ ને આપણું જીવન સંવારી લઈએ.

આજના દિવસના સ્નેહ વંદન અને જય શ્રી કૃષ્ણ.


Rate this content
Log in