આજે દિવાળી
આજે દિવાળી
આજે દિવાળી પર્વ છે તો આવો દિલથી માણસાઈનો દીવડો પ્રગટાવીને બીજાને મદદરૂપ બનીએ. દિવાળીનાં ઘણાં લોકો ચોપડા પૂજન કરે છે જેથી ઉત્તરોઉત્તર પ્રગતિ થાય છે. દિવાળીનો તહેવાર માણસાઈથી માણસાઈને જગવવાનો સંદેશો આપવા માટે જ આવે છે... દિવાળીનું પર્વ વરસો વરસ અમાસથી અજવાળી પૂનમ સુધીની યાત્રા એટલે દિવાળી.. આપણે આપણાં જ દિલમાં દિવ્ય દીવો પ્રગટાવીને પૂરાં સમાજને પ્રકાશિત કરવાનો છે. આ આયખા રૂપી કોડીયામાં અંતરમનની વાટને ભાવનાઓના ભાવમાં ડૂબાડીને સેવાની જ્યોત જલાવવાની છે.
દિવાળી પર્વ ગરીબ, તવંગર બધાંને પ્રિય છે. દિવાળીનાં દિવસોમાં વેર ઝેરની વાતોને વિદાય આપીએ અને સંબંધો મજબૂત કરીએ તોજ દિવાળી સાચાં અર્થમાં ફળિભૂત થાય છે.
માટેજ દિવાળીમાં દીપ જલાવો સ્નેહનાં.. દિવાળી તમારાં જીવનમાં ફળદાયી બની રહે એવી શુભેચ્છા.
