આજે ધનતેરસ
આજે ધનતેરસ
આજે ધનતેરસ છે... ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.. ઘણાં લોકો ઘરની તમામ સ્ત્રીઓનાં જમણાં અંગૂઠાને ધોઈને કંકુનો ચાંદલો કરવામાં આવે છે.... પૂર્વજોનાં કહેવા અનુસાર ધનતેરસે લક્ષ્મીજી પ્રસન્ન કરવા માટે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે જેથી ઉત્તરોઉત્તર પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. ધનતેરસે ઘરમાં તાવડી મૂકાય નહીં એવું વડીલો કહેતા હતા... અને ધનતેરસે ઘરમાં ગળી વસ્તુ બનાવીને માતાજી ને ધરાવીને ખાય છે તો ઘણાં લોકો ખીર બનાવે છે.
ઘરનાં બારણે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવે છે.
શુભ મુહૂર્તમાં સ્નાન કરીને લક્ષ્મી પૂજન કરવાં ઘરનાં બધાં જ સભ્યો સાથે બેસીને પૂજન કરે છે.
ઘણાં લોકો ધનતેરસે પૂજન કર્યા પછી ભાઈબીજ સુધી અખંડ દીવો પ્રગટાવી રાખે છે જેવા જેનાં ઘરનાં રીતરિવાજો હોય એ પ્રમાણે બધાં પોતપોતાની રીતે ધનતેરસ ઉજવણી કરે છે.
ધનતેરસે તેર દીવા પ્રગટાવી ને મૂકવામાં આવે છે ... અગિયારસથી જેમ જેમ દિવસ આવે એમ દીવાની સંખ્યા વધતી જાય છે એનું પણ મહત્વ છે.
ધનતેરસ તમને સૌને ફળદાયી બની રહે એવી શુભેચ્છાઓ...
હેપી ધનતેરસ...
જય મહાલક્ષ્મી માતા...
ૐ શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ
