આજે ભાઈબીજ
આજે ભાઈબીજ
આજે ભાઈબીજ છે ભાઈબીજ એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આ સ્વાર્થી જગતમાં અરસપરસ નિર્મળ લાગણીઓની હૂંફ એટલે ભાઈ બહેનનો પ્રેમ છે.. ભાઈબીજ વિશે એક દંતકથા છે કે યમરાજ યમુના મહારાણીના ભાઈ છે તો એ ભાઈબીજનાં દિવસે યમુનાજી ને ત્યાં જમવા જાય છે અને ભોજન ગ્રહણ કર્યા પછી બહેનને વીર પસલી રૂપે કહે છે બહેન માંગ માગે તે આપું ત્યારે યમુનાજી કહે છે કે વીરા એક વચન આપો કે ભાઈબીજનાં દિવસે પૃથ્વી પર માનવનું મૃત્યુ થાય ત્યારે તમે લેવા નહીં જાવ એ મૃત્યુ પામેલાનો વૈકુંઠમાં વાસ થાય એવું વચન આપો.
યમરાજ વચને બંધાયા હોવાથી યમુનાજીને વચન આપે છે.
આમ આવાં પવિત્ર ભાઈબીજનું અનેરું મહત્વ છે.
દૂર દેશાવરમાં વસ્તી બહેન ભાઈબીજનાં દિવસે આતુરતાથી ભાઈની રાહ જોતી હોય છે અને પછી ભાઈ બહેનનો પ્રેમ અરસપરસ વરસતો હોય છે.
આવાં પવિત્ર ભાઈબીજને ભાઈ બહેનો ભાવનાના તાંતણે બાંધી રાખે છે.
ભાઈબીજ તમને ફળદાયી બની રહે એવી શુભેચ્છાઓ.
