Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Bhavna Bhatt

Others


3  

Bhavna Bhatt

Others


આઘાત વિરહનો

આઘાત વિરહનો

4 mins 34 4 mins 34

આંગણામાંથી જ મોહનભાઈ બૂમો પાડતાં આવ્યા અને સાયકલને લોક કરીને એ અને સૂરજ દોડતાં ઘરમાં આવ્યા.

મધુ. . ઓ મધુ.

જો આપણાં સૂરજને બારમાં ધોરણમાં નેવું ટકા આવ્યા છે.

આજે તો લાપસીનાં આંધણ મૂકો.

મધુબેન કપડાં ધોતાં આવ્યા ‌હતા એમણે હાથ લૂછતાં સૂરજ ને ગળે લગાડી દીધો.

અને હરખનાં અશ્રુ વહી‌ રહ્યાં.

મોહન ભાઈ ખોંખારો ખાઈને મા દિકરા નો મિલાપ પત્યો હોય તો આ બાપ પણ ઊભો છે એમ કહીને એમણે હાથ ફેલાવ્યો સૂરજ પિતાની બાહોમાં સમાઈ ગયો.

મધુબેન હવે બાપ દિકરો વાતો કરો હું લાપસી બનાવી દઉં કહીને એ રસોડામાં ગયા. .

જમતાં જમતાં મોહનભાઈ એ સૂરજ ને આગળ શું ભણવું છે એની ચર્ચા કરી.

સૂરજ ને તો‌ શિક્ષક બનવું ‌હતું.. 

જ્યારે મોહન ભાઈ અને મધુબેન ની ઈચ્છા હતી કે એ એમ.બી એ કરીને કોઈ સારી કંપનીમાં નોકરીએ લાગી જાય.

પણ દિકરાની ખુશી માં ખુશ રહેતાં મા બાપ.

સૂરજ ને જે ભણવું હોય ‌એ‌ ભણે‌ એમ કહીને એને પ્રોત્સાહન આપ્યું. .

સૂરજ ભણીગણીને મેથ્સ, સાયન્સ નો શિક્ષક બન્યો.

સરકારી સ્કૂલ માટે એણે અરજી કરી અને નશીબ જોગે એને સરકારી સ્કૂલમાં નોકરી મળી પણ એક નાનાં ગામડાંમાં પાંચ વર્ષ માટે મૂક્યો. .

માતા-પિતા ને તો જીવ ચાલતો નહોતો પણ સૂરજે સમજાવ્યાં કે એક શની, રવિવારે હું અહીં આવીશ.

બીજા શનિરવી તમે ત્યાં આવજો.

થોડું ઘણું હું રસોઈ કરતાં શીખી જઈશ અને થોડું મમ્મી નાં હાથનું બનેલું ચલાવીશ પણ પપ્પા તમે એકદમ નોકરી છોડી દો તો આપણા બધા ને તકલીફ પડે . !!!

મોહનભાઈ એટલે તો લાચાર છીએ બેટા નહીંતર તને એકલાને જવા દેતા અમારું કાળજું ચિરાઈ જાય છે.

આમ સૂરજ ગામડે જવા નીકળ્યો સાથે મોહન ભાઈ મધુબેન હતાં.

ગામમાં જઈને એક ઘર ભાડે રાખ્યું અને સૂરજ ને ઘર ગોઠવી આપી ને બે ત્રણ દિવસ ચાલે એટલા પુરી, ને‌ થેપલા બનાવી આપીને નીકળ્યા બંને ની આંખ વિરહનાં અશ્રું થી છલકાઈ ગઈ.

સૂરજ પણ રડી પડયો.

પણ નોકરી તો કરવી જ પડશે ને એમ વિચારી મન મક્કમ કર્યું અને માતા પિતાને બસમાં બેસાડી આવ્યો.

સૂરજ વગર ઘરે પાછા ફરેલા પતિ-પત્ની ને ઘર ખાવાં ધસતું હતુંં.  

બંને ને સૂરજ નો વિરહ સાલતો હતો‌ એટલે ખાધાં પીધા વગર જ સૂઈ ગયા. .

સવાર પડી અને સૂરજ વગરનાં ઘરમાં બંને ની આંખો ભરાઈ આવી પણ પછી પોતપોતાના નિત્યક્રમમાં લાગી ગયા. .

સ્કૂલમાં જાહેર રજા આવતી હોય એટલે સૂરજ પણ માતા પિતા પાસે આવતો રેહતો એને પણ માતા પિતાનો વિરહ સતાવતો હતો પણ કંઈક બનવા માટે કંઈક છોડવું પડે એમ સમજીને મનને સમજાવતો. .

આમ સુખે દુઃખે એક વર્ષ નિકળ્યું અને કોરોના વાયરસ ની મહામારી માં આખું વિશ્વ તોબા પોકારી ગયું.

માર્ચ મહિનામાં એકદમ જ આખાં રાજ્યમાં લોકડાઉન ની જાહેરાત સરકારે કરી એ સાથે જ જાણે બધું સ્થગિત થઈ ગયું. .

સૂરજ ગામડે જ હતો એટલે એ ત્યાં અને મોહનભાઈ અને મધુબેન શહેરમાં.

એકાએક આવી પડેલી આ આફતથી માણસો બેહાલ થઈ ગયા.

એકબીજા સાથે ફોન પર વાત કરતાં પણ અંતરથી વિરહની વેદના સહન કરતાં.

બંને પક્ષે એવું થતુંં કે ક્યારે આ બધું સરખું થાય અને પાછાં એક થઈ જઈએ. .

જ્યાં ત્યાં કરીને ત્રણ મહિના તો કાઢ્યા.

પણ ત્રણ મહિનામાં તો ત્રણ ભવ જેવાં લાગ્યાં.

જૂન મહિનામાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી એટલે સૂરજ ગામડે થી ઘરે આવ્યો અને હજુ હાશકારો અનુભવ્યો ત્યાં સરકાર નો હૂકમ થયો કે પરીક્ષા લેવાની છે તો સરકારી શાળાના શિક્ષકો એ ઘરે ઘરે જઈને પેપર આપવા.

સૂરજ જવા તૈયાર થયો એટલે મોહન ભાઈ અને મધુબેને કહ્યું કે બેટા છોડી દે આ નોકરી .

જીવતાં રહીશું તો બીજી આછી પાતળી નોકરી કરીને જીવી લઈશું.

પણ સૂરજ એક ઈમાનદાર અને કર્તવ્ય નિષ્ઠ શિક્ષક હતો.

એ ગામડે પહોંચ્યો અને સ્કૂલમાં હાજર થયો અને પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવાં લાગ્યો પણ ઘરે ઘરે જતાં એને કોરોના લાગી ગયો.

નજીકની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

એનાં ઘરે જાણ કરવામાં આવી.

પણ આ વિચિત્ર રોગમાં ખબર જોવા તો જવાય નહીં.

બંને ઘરમાં બેસીને ઈશ્વર ને કરગરતા અને રડી રડીને અડધાં થયાં. .

હજુ તો બીજો જ દિવસ હતો અને હોસ્પિટલમાં થી ફોન આવ્યો કે સૂરજ બચી શક્યો નથી.

આ સાંભળીને બંને ને માથે તો આભ જ ટૂટી પડ્યું.

કોણ કોને સાંત્વન આપે..

પણ મધુબેન તો એકદમ આઘાત નાં વિરહ થી જડ જેવાં થઈ ગયાં આંખો ખુલ્લી પણ આંસુ નું એક ટીપું પણ નહીં અને એકદમ અવાચક નાં કોઈ શબ્દ બોલે કે નાં એ જગ્યા એ થી ઉભા થયા.

સૂરજ નાં વિરહનાં આઘાતમાં અડધાં પાગલ થઈ ગયાં.


Rate this content
Log in