Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

આડંબર

આડંબર

2 mins
216


આ દુનિયામાં બોલવાનું અલગ અને ચાલવાનું અલગ હોય છે. એક મધ્યમવર્ગીય કુટુંબમાં મોટી થયેલી કોશા ભણીગણીને લેક્ચર બની. એક નાનો ભાઈ હતો નિરજ. બંને ભાઈ ભાઈ બહેન વચ્ચે અપાર પ્રેમ હતો.

કોશા માટે નાતમાં એક છોકરો જોયો એ સીએ. થયેલો હતો પરિવાર ખુબ સુખી હતું અને નાતમાં એમનો માભો હતો. પરિવારમાં ચેતન સૌથી મોટો હતો પછી નાનો ભાઈ હતો નીલ..

પિતાને ધંધો હતો..ચેતન દેખાવડો હતો. ચેતન અને કોશાની મુલાકાત ગોઠવી. એકબીજાને પસંદ કરી લીધાં. ધામધૂમથી લગ્ન લેવાયાં. લગ્નનાં એક વર્ષમાં એક દીકરી અવતરી એનું નામ ચાંદની પાડ્યું.

ચાંદની બે વર્ષની થઈ અને કોશા ફરીથી મા બનવાની હતી પણ સરકારી કાયદા મુજબ દીકરો કે દીકરી નું પરીક્ષણ થતું નહોતું એટલે પૂરા દિવસે કોશા એ બીજી દીકરીને જન્મ આપ્યો ભામીની.

ભામીની એક વર્ષની થઈ નહોતી અને છોકરાં માટે કોશા ને સંભળાવતા અને બીજાની સામે એવું કહેતાં અમારે તો આ બે લક્ષ્મીનાં પગલે સુખ સાહ્યબી વધ્યાં છે.‌

અને આ બાજુ કોશાને ત્રીજા બાળક અને એ પણ દીકરો જ લાવવા માટે દબાણ કરતા રહ્યાં પણ કોશા કહેતી બે બાળક બસ છે એ પછી દીકરીઓ જ હોય તો શું થયું ?

પણ ચેતન અને એનાં ઘરનાંએ એક પ્લાન કર્યો.. હોળી, ધૂળેટી નજીક આવતાં હોવાથી કોશાને કહીને એનાં મમ્મી-પપ્પા અને ભાઈ નિરજ ને હોળી, ધૂળેટી કરવા ભાવભીનું આમંત્રણ આપીને તેડાવ્યા અને બધાંએ સાથે મળીને હોળીકા દહન કર્યું અને બીજે દિવસે ધૂળેટી હોવાથી રંગ, અને ભાંગનો ઈન્તજામ કર્યો..

બીજા દિવસે ધામધૂમથી ધૂળેટી માં ગુલાલ અને અનેકવિધ રંગોથી ધૂળેટી રમ્યા અને પછી આગ્રહ કરીને ભાંગ પીવડાવી.

આમ આડંબર કરીને બહાર સારું દેખાડતાં..

એમાય કોશાનાં ગ્લાસમાં ઘેનની દવા પણ નાંખીને પીવડાવી દીધી. કોશા અર્ધ જાગૃત અવસ્થામાં હતી ત્યારે એને બેડરૂમમાં સૂવડાવી દીધી. રાત થઈ ગઈ હોવાથી સૌ પોતપોતાનાં રૂમમાં જતાં રહ્યાં..

જ્યારથી ભામીની આવી ત્યારથી કોશા ચેતનને દૂર રાખતી હતી. આજે ભાગમાં ઘેનની દવા નાંખી હોવાથી કોશા તો ઘેનમાં હતી એનો પૂરેપૂરો લાભ ચેતને લીધો.

બીજા દિવસે મોડેથી કોશાની આંખ ખુલી એનું આખું શરીર કળતર થતું હતું એ સમજી ગઈ કે ચેતને એની મનમાની કરી લીધી છે એટલો ગુસ્સો આવ્યો અને એક પલ મરવાનો વિચાર આવ્યો પણ ભામીની હજું તો વર્ષની પણ નથી થઈ એ વિચારે એણે લડી લેવાના મૂડ સાથે બાથરૂમમાં જઈને નાહી ધોઈને ભામીની પાસે પહોંચી અને એને છાતી સરસી ચાંપી દીધી.

ભામીની પણ ડૂસકાં ભરી રહી હતી અને એનાં મમ્મી-પપ્પા, નિરજ લાચાર બનીને જોઈ રહ્યા હતાં.

કોશા એ મમ્મી પપ્પા, ભાઈ ને વિદાય કર્યા પછી ઘરમાં પાછી ફરી અને રણચંડી નું રૂપ ધરીને કહ્યું મારે આ બે દીકરીઓ બસ છે .

હું કોઈ પણ સંજોગોમાં ત્રીજું બાળક નહીં લાવું એમ કહીને ચાંદની અને ભામીનીને લઈને પોતાના રૂમમાં જઈ બારણું બંધ કરી દીધું.


Rate this content
Log in