STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આડઅસરો

આડઅસરો

1 min
39

અચાનક કોરોના મહામારીનાં પગલે ઓનલાઈન ભણતર થયું અને વાલીઓએ પોતાના બાળકોને મોબાઈલ આપવો પડ્યો એની આડઅસરો એવી થઈ કે બાળકો ઓનલાઈન ભણતરની જગ્યાએ મોબાઈલમાં ગેમ રમતાં અને વિડિયો મૂકીને વધુમાં વધુ વ્યુ પોઈન્ટ માટે નિતનવા નુસખા કરવાં લાગ્યાં અને મોબાઈલ રમતાં રમતાં પડીકાં ખાધાં જ કરવાં લાગ્યાં એમાં કેટલાય બાળકોના વજન ડબલ થઈ ગયું અને હવે બે વર્ષનાં આદી બની ગયેલા બાળકો પાસેથી મોબાઈલ લેવાં જતાં ઘણાં ખરાં ઘરોમાં બાળકોએ માતા-પિતા ઉપર હાથ ઉપાડ્યો અને ઘણાં કિસ્સામાં તો બાળકોએ ઘરમાં તોડફોડ કરી અને મરવાની ધમકી આપી.

અહીં માતા-પિતા એક નાં એક સંતાનો માટે લાચાર બની ગયાં છે.

તમાકુ, દારૂ, સિગરેટ જેવાં વ્યસનો છોડાવવાના શિબિર યોજવામાં આવે છે પણ હવે ચિંતાનો વિષય છે કે આ મોબાઈલમાંથી બાળકોને કેમ કરીને મુક્ત કરાવવા આ સવાલ અત્યારે ઘર ઘરમાં ચાલી રહ્યો છે અને બાળકો મોબાઈલમાં ગેમ રમતાં રમતાં કેટલાં પડીકાં ખાઈ જાય છે જેથી સ્થૂળતા વધી રહી છે.


Rate this content
Log in