STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આડા હાથ

આડા હાથ

1 min
170

મનજી ભાઈ દિલનાં સરળ હતાં એ પુત્ર અને પુત્રવધુ સાથે રહેતાં હતાં. એમને એકલતા લાગે એટલે મિત્રોને આમંત્રણ આપી ઘરે બોલાવે ને ચા પાણીની રંગત જામે પણ વહુ હિનાને કંટાળો આવે એટલે બબડાટ કરે. આ સાંભળીને મનજીભાઈ એ મિત્રોને ઘરે બોલાવવાનું બંધ કર્યું પણ સોસાયટીમાં રહેતા પડોશી રાકેશભાઈ સાથે બોલો ચાલો હતો એટલે હસી મજાક કરતાં હોય. એક દિવસ ઉત્સાહમાં આવી જઈને મનજીભાઈ એ રાકેશભાઈનાં પરિવારને બીજા દિવસે જમવાનું આમંત્રણ આપ્યું !

આ સાંભળીને હિનાએ સોસાયટીમાં રહેતા પડોશી ડાહીબેન ને બોલાવ્યા અને કહ્યું કે મારાં સસરાને સમજાવો બેઠાં બેઠાં બધાંને જમવાનું આમંત્રણ આપે છે એટલે ડાહીબેને મનજીભાઈને આડે હાથ લીધા અને રાકેશભાઈનાં ઘરનાં જમવા ના આવી શકે એવો આડો હાથ કરીને હિનાને સમજાવી દીધું.

બીજા દિવસથી મનજીભાઈએ ઓસરીમાં બેસવાનું બંધ કર્યું ને ટીવી ચાલુ રાખી બારણું બંધ જ રાખતાં થઈ ગયા.


Rate this content
Log in