આ વેકેશનમાં
આ વેકેશનમાં
એ વેકેશનમાં મામાના, ફોઈનાં ઘરે જવાની મજા હતી... આખું વર્ષ રજાઓ કયારે પડે એની જ રાહ જોવાતી અને પછી એ રજાની મજા જ અલગ હતી જ્યાં મસ્તી મજાક સિવાય બીજું કશું નહોતું.
આજે અઢળક સુવિધાઓ પછી પણ બાળકો કંટાળી જાય છે અને મોબાઈલમાં ડુબી જાય છે અને ના વેકેશનનો આનંદ માણે છે કે ના રજાની મજા આવે છે. બસ મોબાઈલમાં ડૂબેલા રહે છે અને ના ભણતર ગમે છે કે ના કોઈ પ્રવૃત્તિ ગમે છે... વેકેશન પડે એટલે સહેલગાહ કે સેહલસપાટા પણ ફોટા અને વિડીયો ઉતારવા જ નિકળે છે જે સોશ્યલ મીડિયામાં મૂકીને વ્યુ પોઈન્ટ વધારવા ગમે છે.
બાકી આજનાં બાળકો તો બે કિલોમીટર ચાલતાં પણ હાંફી જાય છે અને પહેલાં તો ટ્રેનમાં મુસાફરી કરતા અને પછી પોતપોતાના સામાન ઉપાડી ને ચાલતાં ચાલતાં ઘરે જતાં અને આખો દિવસ એ નિતનવી રમતો રમાતી અને છતાંય થાક નહોતો લાગતો કે તડકો નહોતો લાગતો.
એવાં એ રંગીન વેકેશનનાં દિવસો હતાં આજે વેકેશનમાં એવી મજા મસ્તી ક્યાં છે ?
