Khushbu Shah

Others

5.0  

Khushbu Shah

Others

આ ઉનાળે આટલી ગરમી?

આ ઉનાળે આટલી ગરમી?

1 min
619


"માહી, આ વખતે બહુ ગરમી લાગે છે. A.C ચાલુ કર."

"A.C ચાલુ જ છે, દીદી અને હજી તો એપ્રિલ મહિનો શરુ જ થયો છે. સાંજના 4 વાગ્યે આટલી ગરમી લાગે છે તને ?"

અને મારા વિચારો ગતિ પકડવા માંડયા, વાત તો સાચી હતી માહીની ! ગયા વર્ષે તો વધુ ગરમી હતી આ મહિને પરંતુ આ વખતે આટલી ગરમી મને કેમ લાગી રહી હતી, ગયા વર્ષે તો આ સમયે હું બહાર જ હોતી, કોલેજથી 4 વાગ્યે છુટ્ટી મળતા જ હું અને એ પાણીપૂરી ખાવા કે અડધો કલાક ફરવા નીકળી પડતા. સમય અને ગરમીનો ખ્યાલ જ ક્યાં હતો,

પરંતુ કોલેજનું ભણવાનું પતતા જ તે અમદાવાદ જતો રહ્યો નોકરી માટે, હકીકતમાં તો હવે મારો સમય જ પસાર ન થતો હતો અને આ ગરમી બહારી કરતા આંતરિક અકળામણની જ હતી લગભગ. ક્યાંકથી મારા દિલમાં પણ એક વિચાર ઉઠયો સૂર્યના લાલ તડકા માટે, " તડકાના રંગ પણ અનેક છે, ક્યારેક કાળજા કોરી નીકળતા વિરહના રુધિર જેવો સુર્ખ લાલ, તો ક્યારેક પ્રિયપાત્ર સાથે પીવાતા શરબત જેવો લાલ."


Rate this content
Log in