આ તે કેવી ભૂલ
આ તે કેવી ભૂલ


ચેતન પથારીમાંથી સફાળો ઊભો થઇ ગયો.
"ઓહ ..આ વાતને આટલા વર્ષ થયા, પણ ભૂતકાળ મને ચેન લેવા નથી દેતો. ચેતન બેચેન થઈ ગયો.
કઝીનનાં લગ્ન હતા એટલે વ્યવહાર સાચવવા ઘરનાં બધાં વહેલાં હોલ પર જવા નીકળી ગયા. બાર વર્ષની ડોલી ટ્યુશન ગઈ હતી.એ ટ્યૂશનથી આવે પછી, ડોલીને લઈને લગ્નમાં પહોંચવાનું હતું.
જતા જતા રમેશ કાકાએ કહ્યું...
"ચેતન તું ડોલીને લઈને ઉતાવળે પહોંચી જજે... પાછો ફ્રેન્ડ સાથે ગપ્પાં મારવા ના બેસી જતો" સંયુક્ત કુટુંબ હતું સૌ સંપીને રહેતા હતા. ઘરમાં કાકાનો દાબ રહેતો, પણ કાકાના લાડ- પ્રેમ પાસે આ બધું ગૌણ હતું. ડોલી ટ્યૂશનથી આવીને કપડાં બદલીને તૈયાર થતી હતી..ને સગા ભાઈમાં દાનવ ક્યાંથી જાગ્યો ! ચેતને નાજુક ડોલીને..!! ડોલીનાં નાજુક અવયવો, "અરે મેં આ શું કરી નાખ્યું?"
બેભાન અવસ્થામાં ડોલીને છોડી ચેતન બીકમાં ભાગ્યો....ખૂબ ભાગ્યો... અને આજે આટલા વર્ષે, ઘરનાથી સગા વ્હાલાથી...અને હવે, પોતાના સંસાર વસાવી પોતાની ઓળખ ભૂંસીને, ભૂતકાળથી ભાગી ભાગીને થાકી ગયો છે. અણસમજીની ભૂલ ઓછાયો બની એને ઘેરી વળે છે.
બાજુનાં રુમમાં સૂતેલા બે નાના ભૂલકાને જોઈને આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરી..."મારી ભૂલની સજા આ બાળકોને ના આપીશ...માણસ ગમે એટલો ભાગે પણ કુદરતની હથકડીમાંથી ક્યારેય છટકી ના જ શકે, એની આંખોમાંથી આસું ટપકી ગયા.