STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આ સંસાર

આ સંસાર

1 min
248

આ સંસાર પોતાની ગતિથી ચાલે છે એ કોઈનાં સુખ માણવા કે કોઈનાં દુઃખમાં દુઃખી થઈ રોકાઈ નથી જતો એ તો એની ગતિએ આગળ વધે છે.

એક માણસ જ એવો છે એને બધું જ એનાં ફાયદા ને સગવડતા મુજબ જોઈએ છે. પોતાની વ્યક્તિગત સગવડો અને ફાયદા માટે એણે કુદરતને પણ નુકસાન પહોંચાડ્યું છે એ થકી જ કુદરત રૂઠે છે તોય માણસ તો પોતાના દંભમાં જ રાચે છે. જ્યાં ફાયદો દેખાય ત્યાં ચલાવે એનો કાયદો અને કામગીરી પૂર્ણ થતાં જ એ વસ્તુ કે વ્યક્તિ કે મૂંગા જીવોને પણ હડધૂત કરે છે.. એક કુદરત ( પ્રકૃતિ ) જ એવી છે કે એને આપો એનાથી ચાર ગણું પાછું આપે છે કુદરત હંમેશા માનવીની કાળજી રાખે છે જો આપણાં જીવનમાં દુઃખ હોય તો એનું કારણ આપણે સ્વયં છીએ..‌ અપ્રકૃતિક ખોરાક, પાણી અને આપણી અનિયમિત જીવનશૈલી જ આપણને દુઃખી કરે છે... ભગવાને તો આ સંસાર સુંદર બનાવ્યો પણ આપણે જ એને સ્વાર્થની ખટાશ થકી ખરાબ કર્યો છે.


Rate this content
Log in