આ સમયમાં
આ સમયમાં


અમદાવાદના એક છેડે અરુણા રેહતી હતી અને એક છેડે એની દિકરી નિરાલી રેહતી હતી. અરુણા વિધવા હતી. અને એકની એક દિકરી નિરાલી પરણીને સાસરે હતી.
નિરાલી એની દિકરી આરુષીને લઈને પંદર દિવસમાં શનિવારે આવે અને રવિવારે સાંજે પાછી જતી જેથી અરુણાને એકલું ના લાગે. પણ આ કોરોના વાઈરસની મહામારીને લીધે લોકડાઉન હતું એટલે હવે એ અરૂણા જોડે વિડિયો કોલ કરીને વાત કરતી અને એક જ સવાલ પૂછતી,
"હે મમ્મી આપણે હવે ફરી કયારે મળીશું ? આ મહામારી ખતમ થશે ? આપણે ફરી મળી શકીશું કે નહીં ?"
અરુણા પણ એકલી રહીને ટૂટી ગઈ હતી એટલે એ પણ એવું જ કેહતી કે નશીબમાં હશે તો ફરી મળીશું આપણે નહીં તો નવાં અવતારમાં નવાં સ્વરૂપમા ફરી મળીશું આપણે.