આ મહામારી
આ મહામારી


આવાં મહામારીમાં ઘણા હજુયે ફાયદો ઉઠાવે છે તો ઘણા એવા પણ છે કે પોતાની મરણ મૂડી પણ દેશને અર્પણ કરે છે.
કમળા બધાં ઘરોમાં કામ કરીને ઘરનું પુરું કરતી હતી. પણ લોકડાઉનમાં ઘરે રેહવાનુ હતું. જમવાનું તો સામાજિક સંસ્થાઓ દ્વારા એક ટંક મળતું તે ખાઈને પડ્યાં રેહતા. નાની દિકરી મુન્ની રોજ સવાલ કરતી કે હે 'મા આ બંગલામાં કામ કરવા કયારે જઈશું ?'
કમળા કેહતી 'આ કંઈ કોરોના વાઈરસ છે એટલે નાં જવાય.'
આમ મા દિકરી વાતો કરતાં હતાં અને એક ગાડી આવી અને એમાંથી અમીબહેન અને રાજુભાઈ ઉતર્યા અને કહ્યું કે 'લે કમળા આ તારો પંદરસો રૂપિયા પગાર તારે કામ આવશે.'
'બહેન પણ મેં પૂરો મહિનો કામ નથી કર્યું હું પગાર ના લઈ શકું.'
અમીબહેન કહે 'પણ બાર દિવસ તો કામ કર્યું એનો પગાર લે.'
કમળા હાથ જોડીને શેઠાણી બા તમે મને એક મહિનાનો પગાર એડવાન્સ આપશો.
અમી બહેન સામું જોઈ રહ્યા..
રાજુભાઈ અને અમી બહેન વિચારી રહ્યા જોયું પોતાની ઔકાત પર ઉતરી આવ્યા.
અમી બહેન કહે 'પણ આ મહામારી કાબુમાં કયારે આવશે એ નક્કી નથી.'
કમળા કહે 'સારું શેઠાણી બા.'
પણ આ તો રોજ સરકારી સંસ્થાઓનુ ધાન ખાઈએ છીએ તો અમારી હેસિયત તો શું હોય ? હુ તમને હાથ જોડીને કહું છું હું તમારી પાઈ એ પાઈ ચૂકવી દઈશ. તમે આમાં વધુ નહીંતો પાંચસો રૂપિયા ઉમેરીને દેશ માટે સરકારને અર્પણ કરી દેજો.
આમ કહીને એ ફાટલો સાડલો સરખી કરતી ઝુંપડપટ્ટીમાં જતી રહી.