આ કળિયુગમાં
આ કળિયુગમાં
આ કળિયુગમાં હવે નિર્મળ દોસ્તી ક્યાં છે ? સુદામા કૃષ્ણ જેવી નિઃસ્વાર્થ દોસ્તી ક્યાં છે શ્રી રામ અને હનુમાનજી જેવો નિર્મળ નાતો ક્યાં છે ?
આજકાલ તો યુઝ એન્ડ થ્રો નો જમાનો છે. જ્ઞાની માણસો અભણ સાથે દોસ્તી ના કરે નહીંતર એમનું જ્ઞાન અભડાઈ જાય. અમીર માણસ ગરીબ જોડે દોસ્તી ના કરે નહીંતર એમનું સ્ટેટ્સ હણાઈ જાય. બંગલાવાળા ઝૂંપડપટ્ટીવાળા સાથે સંબંધ ના રાખે નહીંતર એમની આબરૂ ઓછી થઈ જાય. આવું ઘણું બધું ચાલે છે. અત્યારે તો એક જ ટ્રેન્ડ ચાલે છે કે ફલાણી વ્યક્તિ મને કેટલી ઉપયોગી છે એ ઉપરથી એનું માપદંડ નીકળે છે અને પછી શરૂ થાય છે કરોળિયાની જામ ચાસણીની જાળ બિછાવવાનું અને પછી ઉપયોગિતા ખતમ એ વ્યક્તિને ઘઉંમાંથી કાંકરો કાઢી નાખે એમ સંબંધોમાંથી દૂર કરી દેવામાં આવે છે.
