Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ જીવન

આ જીવન

3 mins
206


આ જીવન જીવવા જેવું છે જો જીવતાં આવડે તો. બાકી જન્મ ને મૃત્યુ તો સિક્કાની બે બાજુ છે.

આ જીવન પળે પળે પ્રગતિશીલ છે એટલે એક દિવસ પાનખરનો ઊગે તો એક દિવસ વસંતનો પણ એ થકી હિંમત હારી ન જવાય.

જીવનમાં મળનારા સુખ દુઃખ આપણાં કર્મોનાં ફળ અનુસાર મળે છે.

કોઈ પણ વસ્તુનો કે વ્યક્તિનો અતિરેક પણ નુકસાનકારક સાબિત થાય છે.

ઈશ્વર ઈચ્છા હોય તો સઘળું મળે છે એની ઈચ્છા વિરુદ્ધ માંગી ને કે છિનવી ને લીધેલી વસ્તુ ટકતી નથી અને જતાં સમયે એ દુઃખદાયી બની રહે છે.

સળગતી સમસ્યાઓ વચ્ચે પણ સમાધાનનું સોહામણું ઝરણું મળી આવે છે જો શોધતાં આવડે તો..!

સહજતા અને સમગ્રતા એ જીવન જીવવાની બે ગુરુ ચાવી છે.. જીવનની યથાર્થતાનો સ્વીકાર કરો !

જીવનમાં તમને જે મળ્યું છે એ સૌથી ઉત્તમ છે એ મેળવવા ઘણાં લોકો તરસે છે.

દશરથ, રામ, સીતા, કે શ્રીકૃષ્ણ, દ્રોપદી, શ્રવણ એ પણ જીવનમાં ઘણું બધું દુઃખ સહન કર્યું છે ને ડગલે પગલે એનું સમાધાન કરીને રસ્તો શોધ્યો છે ને જીવન જીવીને બતાવ્યું છે.

વિશિષ્ટ લોકો ને વિશિષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત એમનેમ નથી મળતી.!

એ માટે જિંદગીનાં ઝેર ને હસતાં હસતાં ગટગટાવી લેવાં પડે છે.

શંકર દાદા બની તો ન શકાય પણ એમનાં સાચાં ભક્ત બનવા માટે પણ નાનાં મોટાં ઝેર પચાવીને જીવન હસતાં હસતાં જીવવું પડે છે.

દરેક વખતે હું સ્વકેન્દ્રી નહીં પણ સામેની વ્યક્તિનો વિચાર કરીને પણ જીવનને જીવવું પડે છે.

ખુશીમાં જીવન છે તો આંસુમાંયે જીવન તો છે.!

સુખની સુંવાળી સેજમાં જીવન છે તો દુઃખની ટીસ, પીડાની કસકમાંયે જીવન છે જ. !

તો પછી એ જીવન નહીં જીવવું એ વિચાર શા માટે ઉદભવે છે ?

મરવું તો સહેલું છે પણ જેને પ્રેમ કર્યો હોય ને એની માટે હસતાં હસતાં હસતાં જંગલમાં પણ મંગલ કરી જાણે એ જીવન છે.

માતા પિતા એ મોટાં કર્યાં ને એ જ માતા પિતાની આંખોમાં આપણાં એક અવિચારી પગલાંને લીધે આખી જિંદગી રડવું પડે એ કંઈ યોગ્ય લાગે છે ?

જીવનને એકાદી ચીજ વસ્તુનાં આદી બનાવીને એ વગર જીવન નથી એ વિચાર જ તમને લાચાર બનાવી દે છે.

ઈશ્વરે આ જીવ સૃષ્ટિ સર્જી એમાં કંઈ કેટલાય રંગો સર્જી દીધાં છે એમાંથી કોઈ એકાદ રંગનાં આધારે આ આયખું પૂરું કરી જવાય એવું છે.!

જીવનને એકાંકી ને એકતરફી ન બનાવી દો.!

જીવનને સમગ્રતાની સોડમાં જુઓ અને જીવો ને બીજાની જીવાદોરી સમાન બની રહો.

જિંદગીમાં સંજોગો ને નસીબની દુહાઈ દેનારાઓનું કામ નથી, જિંદગી તો સરહદ પર બેઠેલા ફોજીની જેમ જવાંમર્દીથી જીવવા માટે છે.

આ જીવન ને જીવવા તો ખમીર જોઈએ.

ખમીર સાહસિક લોકો સાથે આશીર્વાદ સમાન હોય છે જે પથ્થર ને પણ લાત મારીને પોતાના માટે રસ્તો બનાવે છે.

ભાવના સમજી ને આ જીવન વહે છે.

ધુમ્મસની જેમ વાદળોમાંથી સૂર્ય બહાર આવી જાય છે એમજ સરગમનાં સૂર ક્યારેય બદલાતાં નથી એ તો સુખમાં કે દુઃખમાં એ જ સૂર થકી સૌને સંમોહિત કરી દે છે.

દરિયામાં ભરતી ને ઓટ આવે છે.

એ રેતી પર પડેલા પગલાં વીણવાની ઘેલછા ને વળગી રહેવાનો કોઈ અર્થ ખરો ?

આ જીવન એ તો જીવવા જેવું છે ને એને હસતાં હસતાં જીવીએ એ જ આપણું મનોબળ ને દિલેરી છે.


Rate this content
Log in