Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ દિવાલો

આ દિવાલો

1 min
227


આ ઘર ઘરની દીવાલો કેટલાં રહસ્યોને પોતાની અંદર છૂપાવીને ડૂસકા ભરે છે.. જો દીવાલો બોલી ઊઠે તો કેટલાં બધાં સત્ય ખુલ્લા થઈ જાય અને માણસોનાં અસલી ચહેરા સામને આવી જાય..

એક કલ્પના કરો કે દીવાલો બોલી ઊઠે તો શું થાય ?

ખાલી કલ્પના જ ધ્રૂજાવી દે એવી છે !

હકીકતમાં આવું થાય તો દીકરા દીકરીનાં ભેદભાવ, દહેજપ્રથા, વહું ઉપર અત્યાચાર.. માતા-પિતા નો એક સંતાન વહાલું અને એક અળખામણું એવાં ભેદભાવ અને અન્યાયો બહાર આવી જાય..

તો અમુક ઘરોમાં સંતાનોનું માતા-પિતાને કનડગત કરાતી હોય એ બહાર આવી જાય.. તો ક્યાંક પતિનો પત્ની પરનો અત્યાચાર ગુજાર્યો હોય એ બહાર આવી જાય તો ક્યાંય પત્નીનો ખોફ જેનાથી પતિ લાચાર સ્થિતમાં જીવતો હોય એ બહાર આવી જાય.

તો ક્યાંય લાગણીઓની માયાજાળ રચીને ફસાવેલા પતિઓની વિવશતા બહાર આવી જાય... તો ક્યાંક ઓફિસ ગયા પછી સાસુ સસરા ઉપર ગુજારતા વહુંનાં ચાલાકી પૂર્વકનાં અત્યાચાર બહાર આવી જાય...

કેટકેટલું બહાર આવી જાય...

અધધધધધધધ... 

વિચારો અને આભાર વ્યક્ત કરો આ દીવાલો કેટ કેટલું છૂપાવીને શાંત ઊભી છે.


Rate this content
Log in