Neeta Kotecha

Others

3  

Neeta Kotecha

Others

૫ લઘુકથા

૫ લઘુકથા

3 mins
7.6K


(૧) ગરબી

“જોજો હો આપણી સાર્વજનિક ગરબીમાં કોઈ મુસલા ગરબા રમવા આવી ન જાય, એ લોકો ક્યારે શું કરશે એ નથી ખબર. એ લોકોનો ભરોસો મને ક્યારેય નથી થાતો." વર્ષોથી સાર્વજનિક ગરબી સંભાળવાવાળા અરુણભાઈએ બધા કમિટિ મેમ્બરોને કહ્યું.

“અરુણભાઈ તમારે મેઇન દ્વારના પિલર પર લાઇટિંગને ઓમનો આકાર આપવો છે કે ત્રિશુળનો?”

રઝાકભાઈએ અરુણભાઈને પૂછ્યું.

 

(૨) કુંભ મેળો

“ બા, ચાલ આપણે ઇલ્હાબાદનાં કુંભ મેળામાં જઈ આવીએ.“

“પણ, તારા બાપુજી તો કરજો મૂકીને ગયા છે તારે માથે.“

“દેવું તો જિંદગી આખી ચૂકવવાનું જ છે... ભરોસો ફક્ત જિંદગીનો જ નથી બા. થોડું વધારે કરજ... પણ હા, તારે હવે રંગીન સાડી પહેરવાની છે.“

“ એ નહિ થાય મારાથી.“

ભક્તોની ભીડમાં અચાનક જ એક કંકુથી ભરેલી થાળી હવામાં ઉછળી અને બાની સફેદ સાડી આખી રંગાઈ ગઈ. સફેદ સાડી પરનાં લાલ છાંટા જોયા ને તે હસ્યો અને એણે વિચાર્યું કે મારી ઇચ્છા આજે પ્રભુએ પૂરી કરી.

 

(૩) અંતિમ ભૂલ

“મા અત્યાર સુધી આપને વાતો કરી પણ હવે... મને મારા પરિવારનો ડર લાગે છે. માત્ર મને ખબર છે કે હું તારી કુંવારી ભૂલનું પરિણામ છું. તું મને અને હું તને ક્યારેય મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન નહિ કરીએ.”

“આવી સજા ન આપ બેટા, ત્યારે હાલાત અલગ હતાં. હવે મને કોઈની બીક નથી. તારી સાથે લઈ જા. હું બધું જ સ્વીકારી લઈશ.“

“ મા, પણ મને હવે ડર છે કે મારા બાળકો તારા વિષે કેવી ધારણાઓ બાંધશે! મારે શાંત જળમાં વમળ ઊભા નથી કરવા.“

“તને દૂર કરી રહી છું. એવું નાં સમજીશ કે તને પ્રેમ નહોતી કરતી. પણ આ દંભી સમાજ એક કુંવારી માને ક્યારેય અપનાવી નહિ શકે. ભલે દુનિયા ૨૧મી સદીમાં પહોંચી, પણ આજેય એ વાતે જુનવાણી જ રહેવાની.“

ફોન કટ થઈ ગયો

ત્યાં જ દસ વર્ષનો દીકરો બોલ્યો, “પપ્પા, આ કર્ણ સીરિયલ જોઈ. કેવું આવે છે ને કે કર્ણને એની જ મોમે નદીમાં વહાવી દીધો હતો. કેટલું રબિશ છે ને. કોઈ મોમ આવું કરી જ ન શકે.“

 

(૪) એવોર્ડ

લેખક અપૂર્વ શર્મા, સાહિત્યજગતમાં બહુ મોટું નામ. કેટકેટલા એવોર્ડ એમના નામે લખાયેલા હતાં. એમનો પડ્યો બોલ ઝીલવા લોકો તૈયાર રહેતા.

આજે પણ એમને એવોર્ડ મળવાનો હતો. આજની રાત એમનાં ઘરે બહુ મોટી પાર્ટી થાશે.

પત્રકાર મનીષ દવેને ફિલ્મી મેગેઝિન તરફથી એમના ઘરે મોકલાવામાં આવ્યો હતો. હજી બે દિવસ પહેલાં જ તો એ જોઈન થયો હતો. અપૂર્વ શર્માની પાર્ટી માટે તે બહુ જ ખુશ હતો. બોસનો ખૂબ જ આભારી હતો. આખી પાર્ટીમાં તેણે ભરપૂર ફોટા લીધા.

પાર્ટી પૂરી થતા પોતાનો  કેમેરા પોતાની બેગમાં ગોઠવતો હતો. ત્યાં અપૂર્વનો સેક્રેટરી મનીષ પાસે આવ્યો અને કહ્યું, “સાહેબે તને બોલાવ્યો છે.“

“કેમ?“

“ સાહેબને સવાલ નથી ગમતા.“

આજુબાજુથી હસવાના અવાજો સંભળાયા.

અઠવાડિયામાં બેસ્ટ ફોટોગ્રાફ્રરનો એવોર્ડ મનીષ દવેને મળ્યો હતો

 

 (૫) કુકર્મ

"મા, તું મને અનાથ આશ્રમમાંથી લઇ આવી હતી? "

"હા બેટા, કેમ? "

"અમસ્તા પૂછ્યું."

મનનને કાલની સ્વાધ્યાયની વાત યાદ આવી.

મહારાજ કુંતીભોજે રાજા સુરસેન પાસેથી કુંતીને દત્તક લીધી હતી. પણ કુંતીએ કર્ણને ન અપનાવ્યો!

એ દોડીને માને વળગી પડ્યો.

"મારી મા સૌથી સારી છે..."

અને દાદીમા બોલ્યા, "કર્ણ તો કુંતીનું પણ તું ખબર નહિ કોનું કુકર્મ... આઘો જા... જયારે જુઓ ત્યારે મા... મા"

 

 


Rate this content
Log in