Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

યુગ-યુગની કહાની

યુગ-યુગની કહાની

1 min
327


ચર્ચા આજે યુગની કરીએ,

આદિમાનવથી રોબોર્ટ સુધી બધાને જમા કરીએ,

સમય સંગ શું બદલાયું એની વાતો કરીએ,

સભાના મુખી સમયને બનાવીએ.


આદિમાનવથી વાતની શરૂઆત કરીએ,

પથ્થર, પાંદડા ને પરિશ્રમ, બસ જિંદગી આટલામાં જ સીમિત,

સમયે હાસ્ય ફેરવ્યું, વધતી ચર્ચામાં ચાંચ ડુબાળી,

યુગની શરૂઆત થઇ ને સમય બન્યો સત્યુગનો નિમિત્ત.


સત્યની જીત ને અનીતિની હારમાં રમાયા ઘણા ખેલ,

સમયે ફરી પત્તા હલાવ્યા,

દ્વાપર સાથે ત્રેતા યુગમાં થયું પ્રયાણ,

સમયે કાંઈક અઘરા જ પાસ ખોલ્યા.


કળિયુગના કામણ કામ, ક્રોધ ને મોહ-માયા,

જિંદગીની આ જ જોગમાયા,

પાપની થઇ વૃદ્ધિ ને પુણ્યની થઇ ખાલી વાતો,

૨૧મી સદી એમાં સફળતાની સીડી.


રોબોર્ટની ઉત્પત્તિ ને ટેક્નોલોજીની ક્રાંતિ,

માણસાઈનું મરણ ને અનીતિનું ધન,

અશાંતિની આવૃત્તિ ને અંધશ્રદ્ધાનું આવરણ,

પ્રભુની ખોજ ને મનનો બોજ.


ધનના ઢગલા ને ખાલી-ખમ બંગલા,

આંધળી દોટ ને અંધા કાનૂન,

જૂઠની જબાની ને સત્યનું ઝૂનૂન,

સાહેબ !


ક્યાંથી ક્યાં પહોંચી આ ચર્ચા ?

ચર્ચામાં થયો વિવાદ,

કોણ સાચું ને કોણ ખોટું ?

સમયે સાક્ષી પુરાવી, મુખી બની મારગ આપ્યો,


સમય છું, સાંખી લઈશ, 

કોણ કેવું છે એ જોઈ લઈશ,

ભલેને બદલાય યુગ,

હું તો સત્યની સેવા કરીશ,


જેવા ને હું તેવા સાથે જ મળીશ,

રોબોર્ટ ભલે રમે રાસ,

હું 'સમય' છું દોસ્ત !

કરાવીશ હું સહુને ડિસ્કો ડાન્સ.


Rate this content
Log in