STORYMIRROR

Dr Sejal Desai

Children Stories Inspirational

4  

Dr Sejal Desai

Children Stories Inspirational

યાદોની સફર

યાદોની સફર

1 min
586

અતીતની અટારીએ નજર હું માંડુ,

ખાટીમીઠી યાદોની સફર હું માંડુ.


શેરીમાં રમતાં ઘરઘત્તા અને થપ્પો,

મિત્રોની સોબતની અસર હું માંડુ.


દાદાની રમૂજ ને દાદીમાની વાતો, 

વડીલોના સ્મરણની ખબર હું માંડુ.


ઝૂલતા હતા રજામાં ભર ઉનાળે,

એ જૂનાં વડલાની ફિકર હું માંડુ.


યાદોને સાચવી રાખી 'સહજ'

ભાવિમાં પગલાં પ્રખર હું માંડુ. 


સામગ્રીને રેટ આપો
લોગિન