યાદોની બારી
યાદોની બારી

1 min

11
રોજ કરી રાતપાળી છે,
મે મારી જાતને ગઝલોમાં ઢાળી છે,
ધબકતી રાખી કવિતાઓથી,
બંધ થવાની હતી જે નાડી છે,
વાંસડી વગાડતો વેરાનમાં,
પણ સૂર થોડો અનાડી છે,
રંગરોગાન કરીને તૈયાર રાખી,
યાદોની જે બારી ઉઘાડી છે,
દાદ માંગવા તરસતો રહ્યો,
એણે જો આપી હાથતાળી છે.