વ્યસન
વ્યસન
1 min
192
કેટલાયના શિક્ષણ છૂટતા જોયા છે વ્યસનોને લીધે,
કેટલાય ઘર ઉજળતા જોયા છે, વ્યસનોને લીધે,
કેટ-કેટલાય કજિયા- કંકાસ થાય છે, વ્યસનોને લીધે,
કેટ-કેટલાય બાળકોના સપના રોળાય છે, વ્યસનોને લીધે,
છૂટી જાય છે શિક્ષણ બાળકોના, વ્યસનોને લીધે,
તૂટી જાય છે સપના બાળકોના, વ્યસનોને લીધે,
દેશનો આધાર સ્તંભએવા યુવાઓ ભટકાયા, વ્યસનોને લીધે,
પછી દેશની પ્રગતિ ક્યાંથી થશે ? વ્યસની યુવાઓને લીધે,
બરબાદ થઈ રહ્યું દેશનું યુવાધન વ્યસનોને લીધે,
છતાં ક્યાં અટકે છે બરબાદી યુવાઓની ?
અને આ સઘળું થાય છે, વ્યસનો ને લીધે.
