વસો હરિ તમે
વસો હરિ તમે
1 min
27.8K
શબ્દોના ઉચ્ચારે વસો હરિ તમે.
અર્થોના વિસ્તારે વસો હરિ તમે.
રક્તસભર ઉર પણ રહેતું સાક્ષી,
એના હર ધબકારે વસો હરિ તમે.
નૈન નિમિષ દ્રશ્યને અવરોધનારા,
એના હર પલકારે વસો હરિ તમે.
ચરણ થાક્યાં દુન્વયી યાત્રા કરી,
એના હર પગધારે વસો હરિ તમે.
દશાવતારે પ્રગટનારા દયાનિધિ,
મનુજ અવતારે વસો હરિ તમે.
