વસંતને કેમ છે??
વસંતને કેમ છે??
કરવું છે શાંતિ સાથે યુદ્ધ ?
ભલે ભાઈ, તો જાઓ,
ધખતી આસફાલ્ટ પર હાંફ્તા શહેરમાં !
મરજી તમારી.
અટવાયેલ તડકો બિચારો નીકળ્યો છે,
વૃક્ષની ડાળીઓ શોધવા
ને પક્ષીઓની આંખમાં ચળકવા !
પણ વૃક્ષો લાઈનમાં ઊભાં રહીને અલગ
માણસના છળથી છેતરાઈ ગયાં છે !
છે સુલેહ વૃંદમાંય ઊભું રહેવાનોય ?
લીલેરા ગાલીચા
ને કુદરતની અનુપમ દોસ્તી છોડીને,
હા છોડીને ચિત્તને ગમતા ટૌકા,
શહેરને ઘાલે છે ઘેરો.
હશે શૂન્યનુંય અસ્તિત્વ,
હશે મળતરનુંય તત્વ,
પણ શાંતિનું સત્ત્વ કેટલું ?
તંદુરસ્ત ગામ જેટલું ખરું ?
જાઓ તમે,
નથી આવવું ધુમાડો પીવા,
રડતાં મશીનોને આશ્વાસન દેવા,
કે પંખી બે - ચાર ને મજા વનની કે 'વા;
પણ પૂછી જોજો જરા,
વસંતને કેમ છે ?
