STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children Stories Others

3  

Dharmik Parmar 'Dharmad'

Children Stories Others

વરસાદને આવવાનું મન થાય ?

વરસાદને આવવાનું મન થાય ?

1 min
410

ક્યો,વરસાદને આવવાનું મન થાય ?

ક્યાં કોઈ કાગળની નાવડી છોડાય ?


ભીનીભસ્સ વાદળીયો અમથી,

સ્માઈલ આપીને લલચાવે !

કાળુકટ્ટ રૂપ લૈ એ તો આ મનડાંને

ચાતકની જેમે તડપાવે !


ક્યાં કોઈ હવે છત્રીમાં રહીને ભીંજાય ?


વાદળાંને એવુ તે શેનું ગુમાન ?

કે ઝરમરવું ભૂલી ગ્યો સાવ !

ઝાકળને આંખોમાં આંજી-આંજીને -

હવે મોરલાને ચડી ગ્યો તાવ !


ક્યાં હવે પિત્ઝામાં કારેલા ખવાય ?


Rate this content
Log in