વરસાદ
વરસાદ

1 min

11.5K
વાદળથી આંસુ ખર્યાં
હર્ષના મોતી ઝર્યાં,
નભથી વીજ સર્યાં
આભલા અંગ ગર્જયાં,
મેહુલાએ વધામણા કર્યાં
ઇંદ્ર ઇંદ્રાણીને વર્યાં,
વીરડે નીર ઊભર્યાં
સર્વત્ર જલ નર્યાં,
નદીએ ચિત્ત હર્યાં
તળાવે તેતર તર્યાં,
મધ્યાહ્ને તડકા મર્યાં
ખાડા ખાબોચિયા ભર્યાં,
ટાબરિયાં ઝરણે ફર્યાં
આખલા ખેતર ચર્યાં
સૂર્યના તેજ ડર્યાં
ધરતીના પેટ ઠર્યાં
વાદળથી આંસુ ખર્યાં.