વરસાદ
વરસાદ
1 min
422
વરસાદ આવ્યો, વરસાદ આવ્યો.
સૂસવાટા કરતે પવન આવ્યો.
ભીની ભીની સોડમ લાવ્યો.
ચાતકની ચાહ લાવ્યો.
મોરલાના ટહુકા લાવ્યો.
વરસાદ આવ્યો, વરસાદ આવ્યો.
પ્રેમી દિલે ભરતી લાવ્યો.
વહાલનો દરિયો આવ્યો.
સંબંધોમાં ભીનાશ લાવ્યો.
વરસાદી ચરણામૃત લાવ્યો.
વરસાદ આવ્યો, વરસાદ આવ્યો.
કાગળની હોડી લાવ્યો.
ખેડૂનો હરખ લાવ્યો.
મેઘધનુની રંગોળી લાવ્યો.
ગરમ ચા ને ભજીયા લાવ્યો.
વરસાદ આવ્યો, વરસાદ આવ્યો.
