વણકહી વાતો
વણકહી વાતો
1 min
1.4K
આજ મન કશુંક ચિતરે છે
આંખમાંથી આંસુ નિતરે છે
કેટલીય વણકહી વાતો
અને અધૂરી મુલાકાતો
ધરબાયેલું હૈયાની ભિતરે છે
આંખમાંથી આંસુ નિતરે છે
આજ મન કશુંક ચિતરે છે
આવવાનુંય કહ્યું હતું
મળીશ ફરી કહ્યું હતું
કોઈ આમજ મને છેતરે છે
આંખમાંથી આંસુ નિતરે છે
આજ મન કશુંક ચિતરે છે
વેદના વેધક દર્દની
વિંધે નાસુર બની
કશુંક આડુઅવળું વેતરે છે
આંખમાંથી આંસુ નિતરે છે
આજ મન કશુંક ચિતરે છે
થતું ના ટસનું મસ
માનતું નથી 'જશ'
ના કહું તોયે જોતરે છે
આંખમાંથી આંસુ નિતરે છે
આજ મન કશુંક ચિતરે છે