STORYMIRROR

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

વિશ્વ રગંભુમિ દિવસ

વિશ્વ રગંભુમિ દિવસ

1 min
14.3K


કોઈના પણ
સંસર્ગમાં આવ્યા વિના જ
ગર્ભાધાન વિના જ
સમય નામનો કોઈ ગેબી શખ્સ
કેટલાં યે વરસોથી
મૂક્યાં કરે છે.
ઈંડાં પળેપળ;
પરભૃત્તિકા પેઠે જ!
ઈંડાં પછી ઈંડાં;ઈંડાં પછી ઈંડાં
વળી વળી ઈંડાં 
મૂકી
પ્રત્યેક પળે છટકતો
ક્યાંક સરી જાય છે!

ન માળો; ન ગરમાળો; ન આંબો; ન ડાળો; ન પાળો; ન તાળો; ન ગાળો- ગોટાળો
દરિયાની
તમામ માછલીઓને
પકડી લેવાં એકસામટી જ
વણતો રહે છે જાળો
લાલ; પીળો; લીલો; કાબરચીતરો કે કાળો
સહસ્રશિર્ષમન્વયે; સહસ્ર નેત્રાય; સહસ્ર પાદાય; સહસ્ર બાહવે!

નામ છે - ખાલી છે; આંખ છે--પ્યાલી છે; ખાલી છે.
જાહોજલાલી છે!
એકલતા પ્યારી છે; સંગત નોંધારી છે;
ડારી છે.
ભીતર કંઈક ભયંતર મારામારી છે.
એક છે; અનન્ત છે; એકમેક એક છે.
તેગ; તેગ; તેગ છે.
ઘાટીલો વેગ છે.
ખાલીખમ-ખાલીખમ મસમોટી દેગ છે!
લાક્ષાગ્રહી લહાય વચ્ચે
અંધારાં ચૂંટ્યાં'તાં; લૂટ્યાં'તાં
અંધારે છૂટ્યા'તાં
ફળફૂલ ચૂંટ્યાં'તાં; હરણાંઓ વેડ્યાં'તાં; રાધ્યાં'તાં,
સૈએ મળી ખાધા'તાં,
એકમેક ડૂબ્યા'તાં; તરતા'તાં; ફરતા'તાં
ધોમધોમ ઉનાળે,
ખુલ્લી બપોરનાં પડખાંઓ ઘસતા'તાં
કુન્તાની વાડી છે.
ગૂંગાની વાણી છે!
રામ છે; રહેમાન છે; ઈમાન છે; ગુમાન છે.
ઉપર આસમાન છે.
નીચે અવમાન છે.
જમણે સુલેમાન છે.
ડાબે કમાલ છે!
ચિત્ત સંભ્રાન્ત છે; જાત હનુમાન છે.
થોડું અનુમાન છે.
ઝાઝો વિ-રામ છે.
સામે વેરાન છે!

હાલ મવાલી ને જેબ હજું કાણી છે.
કાણી ને ખાલી છે.
આપણી યે વાણી છે.
એજ તો કમાણી છે.
રાજા ને રાણી છે.
સાલ્લી
પરજાય થોડી શાણી છે!
પાણી છે; પાણી છે; પાણી છે; પાણી છે
આંખોનાં પોપચાંમાં પોતીકાં પાણી છે!

દોરવાયા દોર્યાં'તાં; સારાને મૂક્યાં'તાં
નરસાંને ઝૂક્યાં'તાં
ડૂક્યાં'તાં
ઘેટા ઉછેર્યાં'તાં
વિચારી; વિચારી
લાં
બુ


વિચારી પાળ્યાં'તાં
ટપકેલાં ઈંડાંઓ;
મસમોટાં મીંડાંઓ
કીડાંઓ; કીડાંઓ; કીડાંઓ;
પાળી'તી પીડાઓ---
ઘેટાંને ગણવામાં
ખણવામાં
જણવામાં

હાર્યા- હરાવ્યા'તાં
સિંહ સમા હાર્યા'તાં!

ઈંડાથી ઈયળ;
ઈયળથી કોશેટો
કોશેટો બનતું પતંગિયું

રસ્તે અટવાયા'તાં;અટક્યાં'તા
અટકેલાં; ભટકેલાં; મૂંઝેલાં ઊભા'તાં

ત્યારે
અત્યારે
અબીહાલ પણ

કેટલાંયે વરસોથી
મૂક્યાં કરે છે.
ઈંડાંઓ; પ્રતિક્ષણ--
કોઈ ગેબી શખ્સ!


Rate this content
Log in